Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

ડબલ ટ્રેકના કામને કારણે રામપરડા અને અમરસર સ્‍ટેશન પર ટ્રેનોના આગમનના પ્‍લેટફોર્મ નંબરમાં ફેરફાર


રાજકોટ : રાજકોટ રેલવે ડિવિઝનના રાજકોટ-સુરેન્‍દ્રનગર સેક્‍શનના રામપરડા સ્‍ટેશન પર ડબલ ટ્રેકના કામને કારણે, ૧૩ અને ૧૪ જૂન, ૨૦૨૨ના રોજ, ટ્રેન નંબર ૧૯૨૧૦ ઓખા-ભાવનગર એક્‍સપ્રેસ પ્‍લેટફોર્મ નંબર ૧ પર આવવાને બદલે નોન-પ્‍લેટફોર્મ લાઇન પર આવશે.
    તેવી જ રીતે, ડબલ ટ્રેકના કામને કારણે, ટ્રેન નંબર ૧૯૨૦૯ ભાવનગર-ઓખા એક્‍સપ્રેસ તાત્‍કાલિક અસરથી આગામી સૂચના સુધી અમરસર સ્‍ટેશન પર પ્‍લેટફોર્મ નંબર ૧ને બદલે પ્‍લેટફોર્મ નંબર ૨ પર આવશે. મુસાફરોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ અમરસર સ્‍ટેશન પર પ્‍લેટફોર્મ નંબર ૨ પર જવા માટે લાઇન નંબર ૪ થી બનાવેલ માર્ગનો કાળજીપૂર્વક ઉપયોગ કરે

 

(11:47 am IST)