Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

હાલના અને પૂર્વ રણજી ખેલાડીઓએ મંગળ-બુધ કોમ્‍પ્‍લીમેન્‍ટરી ટિકિટ મેળવી લેવી

રાજકોટમાં રમાનાર ભારત- આફ્રિકા વચ્‍ચે મેચની

રાજકોટઃ આગામી તા.૧૭ જૂનના રોજ ભારત વિરૂધ્‍ધ સાઉથ આફ્રિકા વચ્‍ચે રમાનાર ઈન્‍ટરનેશનલ ટવેન્‍ટી-૨૦ મેચની, વર્તમાન અને ભૂતપૂર્વ રણજી ખેલાડીઓ કે જે સૌરાષ્‍ટ્ર ક્રિકેટ એસોસિએશન તરફથી રમેલ હોય, તેઓ તેમની કોમ્‍પ્‍લીમેન્‍ટરી ટીકીટ તા.૧૪ અને ૧૫ મંગળવાર અને બુધવારના રોજ એસોસિએશનની ઓફિસેથી ‘પ્રશમ્‌' કસ્‍તુરબા માર્ગ, આરવર્લ્‍ડ સિનેમાની બાજુમાં, રાજકોટ ખાતે સાંજના ૪ થી ૭ દરમ્‍યાન મેળવી લેવાની રહેશે. દરેક રણજી ખેલાડીએ ફકત બે દિવસમાં જ ઉપર જણાવેલ સમયમાં પોતાની કોમ્‍પ્‍લીમેન્‍ટરી ટીકીટ મેળવી લેવી. જે રણજી ખેલાડી રૂબરૂ આવી ન શકે તેમ હોય તો લેખિત ઓથોરીટી આપવાની રહેશે. તેમ યાદીમાં જણાવાયું છે.

(12:04 pm IST)