Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

વ્યવસાય વેરો નાબુદ કરોઃ રૂડામાં ચેરમેન લાવોઃ ઇમીટેશન જવેલરી પાર્ક મંજુર કરોઃ ઞ્ત્ઝ્રઘ્ને ભરવાપાત્ર ડબલ ટેક્ષનું નિરાકરણ લાવો

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા વેપાર-ઉદ્યોગને પડતી મુશ્કેલીઓનું નિવારણ લાવવા આવેદનપત્ર અપાયુ

રાજકોટ, તા.૧૩: ગઇકાલે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ઉપસ્થિત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ સમક્ષ રાજકોટ ચેમ્બર દ્વારા વેપાર-ઉદ્યોગને પડતી મુશ્કેલીઓ દર્શાવતુ એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતું. ચેમ્બરના પ્રમુખ વી.પી. વૈષ્ણવે આ તકે જણાવ્યુ હતુ કે અમને આશા છે કે, ગુજરાત સરકાર વેપાર ઉદ્યોગને નડતા પ્રશ્નોનો ત્વરિત ઉકેલ લાવશે.

આવેદનપત્રમાં જણાવાયુ છે કે, રાજકોટ ચેમ્બર ઓફ કોમસ એન્ડ ઈન્ડસ્ટ્રી વેપાર-ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી ૬૭ વર્ષ જુની વરિષ્ઠ મહાજન સંસ્થા છે. રાજકોટ-સૌરાષ્ટ્રના વેપાર-ઉદ્યોગના પ્રશ્નોેનું યોગ્ય અને સચોટ નિરાકરણ આવે તે માટે કેન્દૂ અને રાજય સરકાર તથા વિવિધ વિભાગોમાં એક સેતુ બની કાર્ય કરી રહ્યું છે. રાજકોટ તેમજ સૌરાષ્ટ્રના વેપાર-ઉદ્યોગોના પ્રશ્નોને ત્વરીત ન્યાય મળે તે માટે હંમેશા તત્પર રહે છે. જેથી રાજકોટના વેપાર-ઉદ્યોગકારોને પડતી મુશ્કેલીઓ નીચે મુજબ આપશ્રીના ધ્યાને મુકીએ છીએ.

(૧) સમગ્ર દેશમાં તમામ ટેક્ષનો એકજ ટેક્ષ કરવાના નિર્ણયના ભાગરૂપે ઞ્લ્વ્નું સરળીકરણ કર્યું જે સરાહનીય છે, વન નેશન વન ટેક્ષને ધ્યાને લઈ ગુજરાત રાજયમાંથી વેપાર-ઉદ્યોગ પરનો વ્યવસાય વેરો સંપર્ણ પણે નાબુદ કરવો. હાલમાં બજેટમાં સરકારશ્રીએ રૂ.૧૫૦૦૦ હજાર સુધીમાં પગારદાર લોકોને વ્યવસાય વેરામાંથી મુકતી આપી છે. જેની રકમ આશરે રૂા.૨૦૦ કરાડ થાય છે અને ગુજરાતની કુલ આવક માત્ર રૂ.૩૦૦ કરોડ થાય છે તો માત્ર રૂ.૧૦૦ કરોડની આવક બીજે મેનેજ કરવામાં આવે તો સમગ્ર ગુજરાત રાજયમાં વ્યવસાય વેરો નાબુદ થઈ શકે તેમ છે.

(૨) રાજકોટ ખાતે કન્વેન્શન સેન્ટર ફાળવવાની માંગણી ઘણા સમયથી પેન્ડીંગ છે. પુર્વ મુખ્યમંત્રોશ્રીએ આ માંગણીનો સ્વીકાર કરેલ હોય તેમજ અંદાજે આશરે ૩ર એકર જગ્યાનું સ્માર્ટ સીટી એરીયામાં પ્રોવીઝન કરૈલ હોય આપશ્રી આ અંગે તાત્કાલીક નિર્ણય લઈ સૌરાષ્ટ્રના વેપાર-ઉદ્યોગને વધુ વેગવંતુ બનાવો એવી અમારી માંગણો સ્વીકારો રાજકોટ ખાતે કન્વેન્શન સેન્ટર ફાળવી યોગ્ય કરશોજી.

(૩) રાજકોટ ચેમ્બરને પોતાની બિલ્ડીંગ બનાવવા માટે રાહત દરે જમીન ફાળવવા માટેની વર્ષો જુની માંગણી પેન્ડીંગ હોય. તો તાત્કાલીક અસરથી અમોને ૧૦ હજાર ચો. મીટર જગ્યા ટોકન દરે ફાળવવા વિનંતી.

(૪) રાજકોટ ખાતે ઈમિટેશન જ્વેલરી પાર્ક મંજુર કરવું. કારણ કે, સમગ્ર ભારતમાં સૌથી વધારે ઈમિટેશનનું પ્રોડકશન રાજકોટમાં થાય છે. આ ઉદ્યોગ ગુહ ઉદ્યોગ હોય આશરે ૪.૫ લાખ લોકોને રોજગારી પુરી પાડે છે. જે પૈકી આશરે ર.૫ લાખ મહિલાઓને રોજગારી મળે છે. તેથી રાજકોટ ખાતે ઈમિટેશનું જવેલરી પાર્ક સ્થાપવાથી ઈમિટેશન ઉદ્યોગોને વેગ મળશે તેમજ લાખો લોકોને રોજગારી મળશે...

(૫) ઘણાં વખતથી ગુજરાતની ઞ્ત્ઝ્રઘ્ઓ ડબલ ટેક્ષ ભરવાથી પીડાય છે. તેમજ મહાનગરપાલિકા/નગરપાલિકા તથા સરકારની સુવિધાઓથી વંચિત રહી જાય છે. તેથી ઔદ્યોગીક એકમોન મહાનગરપાલિકા તથા ઞ્ત્ઝ્રઘ્ને ભરવાપાત્ર થતા ડબલ ટેક્ષનું યોગ્ય નિરાકરણ લાવી ઘટતું, કરશોજી. .

(૬) ઉદ્યોગકારોને મળવાપાત્ર તમામ સુવિધા મળે અને ઉદ્યોગોનો વિકાસ થાય. ગુજરાતમાં ઘણી બધી પ્લ્પ્ચ્ ઈન્ડસ્ટ્રીઝ સ્થપાયેલ હોય તેમજ પ્લ્પ્ચ્ની મર્યાદા આશરે ૫૦ કરોડ સુધી વધારેલ હોય તેને ધ્યાનમાં રાખીને ઞ્ત્ઝ્રઘ્ માં ૩૦૦૦ ચો.મી.ને બદલે જો ૬૦૦૦ ચો.મી. જમીન ઉદ્યોગકારોને ૫૦ ટકાના દરે આપવી. જેથી ઉદ્યોગોનો સારો એવો વિકાસ થશે અને એમ.એસ.એમ.ઇ સેકટરને બુસ્ટ મળશે.

(૭) તેમજ ગજરાત સરકાર દ્વારા રેસીડેન્ટ સોસાયટીઓ રેગ્યુલાઈઝ કરીને સરાહનીય પગલું લીધેલ છે. ત્યારે તમામ સુચિત ઈન્ડસ્ટ્રીયલ સોસાયટીઓ પણ તાત્કાલીક અસરથી ટોકન દરે રેગ્યુલાઈઝ કરવી, આનાથી સરકારને રેવન્યુની આવક પણ વધશે તથા ઉદ્યોગોનો વિકાસ થશે, તેમજ આવી વસાહતોમાં આવાર તત્વો દ્વારા દબાણ પણ નહિ થાય તે પણ ધ્યાને લઈ ઘટતું કરશોજી.

(૮) રાજકોટ ખાતે રામનગર ઈન્ડસ્ટ્રીયલ એસોસીએશનના ઔદ્યોગીક એકમોને ધારાધોરણ મુજબની ફી લઈને રેગ્યુલાઈઝ કરવાની માંગણી પેન્ડીંગ હોય તો તે અંગે ઘટતું કરશોજી.

(૯) રાજકોટ શહેરમાં અંદાજે ૧૭ વર્ષથી રૂડાના ચેરમેનની જગ્યા ખાલી હોય તેનો ચાજ શહેરના ૧૬.૫ અધિકારો પાસે હોય તેઓ પોતાના કાર્યભારના અભાવે હાજરી આપી શકતા ન હોય જેથી રાજકોટનો વિકાસ અટકી ગયેલ છે. તો માત્ર રાજકોટને જ ? આ અન્યાય શા માટે ? અમદાવાદ-બરોડા-સુરત-ભાવનગર જેવા શહેરોમાં ચેરમેનો હોય તો રાજકોટને કેમ નહી ? તો રાજકોટ ખાતે રૂડાના ચેરમેનની નિમણુંક કરી યોગ્ય કરશો.

(૧૦) આપણા માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સપનું છે કે ડિફેન્સના હથીયાર ભારત દેશમાં જ બને અને ભારત આત્મનિર્ભર બને તેવા શુભ ઓશયર્થી ડિફેન્સ અને એરોસ્પેસ પોલીસીને ખુબ પ્રોત્સાહીત કરેલ છે. રાજકોટમાં મોટા ભાગે ફો ર્જીંગ તેમજ કાસ્ટીંગના ઉદ્યોગો હોય તેમજ ઘણી બધી કંપનીઓ ડિફેન્સ સાથે જોડાયેલ હોય જો રાજકોટને ડિફેન્સના સાધનો બનાવવાનું હબ જાહેર કરે તો રાજકોટની આજુબાજુની આસરે ૧૮ હજાર એમ.એસ.એમ.ઈ.ને સીધો ફાયદો થશે તેમજ સમગ્ર સૌરાષ્ટ્રની ૭૦ હજાર એમ.એસ.એમ.ઈ.ને પ્રાણ મળશે.

(1:08 pm IST)