Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

મહિલા કોલેજ સામે હાઉસીંગ બોર્ડ સોસાયટીમાં નિવૃત પ્રોફેસરના ફલેટમાં આગથી બે રૂમમાં ભારે નુકસાન

ચાર માળના સિલ્‍વર સેન્‍ડ બિલ્‍ડીંગના ત્રીજા માળે બનાવઃ સંપુર્ણ ઘરવખરી બળી ગઇ : જયપ્રકાશભાઇ વેદ દિવાબત્તી કર્યા બાદ ઘરને તાળા લગાવી દવા લેવા ગયા બાદ પછી આગ ભભૂકીઃ ધૂમાડાના ગોટે ગોટા નીકળવા માંડતા પડોશીઓએ ફાયર બ્રિગેડને જાણ કરતાં તેમની ટીમોએ અડધા કલાકે આગ કાબૂમાં લીધી

જ્‍યાં આગ ભભૂકી હતી એ એપાર્ટમેન્‍ટ, રૂમમાં ખાક થઇ ગયેલુ ફર્નિચર, ઘરવખરી અને આગ બુઝાવવાની કામગીરી કરી રહેલા ફાયર બ્રિગેડના જવાનો તથા ફ્રલેટના માલિક નિવૃત પ્રોફેસર જયપ્રકાશભાઇ વેદ તથા તેમના પરિવારજનો તથા એકઠા થયેલા લોકો જોઇ શકાય છે (ફોટોઃ અશોક બગથરીયા)

રાજકોટ અક્ષનરમાર્ગ રોડ પાસે આવેલ સિલ્વર સેન્ડ એપાર્ટમેન્ટ ના ત્રીજા માળે લાગી આગ, કોઈ જાનહાની નહી, સોટ સર્કિટના કારણે લાગી આગ, ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો.

કેમેરામેન : સંદિપ બગથરીયા

રિપોર્ટ : નીલેશ શીશાંગીયા

રાજકોટ તા. ૯: કાલાવડ રોડ પર સ્‍વામિનારાયણ મંદિરની સામેના રોડ પર ગુજરાત હાઉસીંગ બોર્ડ સોસાયટીમાં આવેલા ચાર માળના એપાર્ટમેન્‍ટના ત્રીજા માળે રહેતાં નિવૃત પ્રોફેસરના ફલેટમાં સવારે આગ ભભૂકતાં દોડધામ મચી ગઇ હતી. આગમાં બે રૂમની ઘરવખરી સંપુર્ણ ખાક થઇ ગઇ હતી. ફાયર બ્રિગેડની ટીમે બે રૂમ બચાવી લીધા હતાં. ઘરધણી દિવાબત્તી કર્યા બાદ ઘરને બંધ કરીને દવા લેવા માટે ગયા પછી ઓચીંતી આગ ભભૂકી ઉઠી હતી. આગ ખરેખર કયા કારણોસર લાગી તે બહાર આવ્‍યું નથી.
જાણવા મળ્‍યા મુજબ કાલાવડ રોડ સ્‍વામિનારાયણ મંદિર સામે હાઉસીંગ બોર્ડ સોસાયટીમાં આવેલા ચાર માળના સિલ્‍વર સેન્‍ડ એપાર્ટમેન્‍ટના ત્રીજા માળે રહેતાં નિવૃત પ્રોફેસર જયપ્રકાશભાઇ દેવેન્‍દ્રરાય વેદના ફલેટમાં આગ લાગ્‍યાની જાણ પડોશમાં રહેતાં કિરીટભાઇ નામના નાગરિકે ફાયર બ્રિગેડને કરતાં ચીફ ફાયર ઓફિસરશ્રી ખેર, ડે.ચીફ ફાયર ઓફિસરશ્રી ઠેબા, સ્‍ટેશન ઓફિસર રહીમભાઇ જોબન સહિતનો કાફલો ફાયર ફાયટર સાથે પહોંચ્‍યો હતો. જવાનોએ આગને અડધા કલાકમાં કાબુમાં લીધી હતી. ફાયર બ્રિગેડ ટીમો પહોંચી ત્‍યારે ફલેટને તાળા લગાવેલા હોઇ તાળા તોડી આગ બુઝાવવાની કામગીરી થઇ હતી. જો કે ત્‍યાં સુધીમાં બે રૂમમાં સંપુર્ણ ઘરવખરી ખાક થઇ જતાં મોટી નુકસાની થઇ હતી.
બાકીના બે રૂમ ફાયર બ્રિગેડની ટીમોએ બચાવી લીધા હતાં. ફલેટના રહેવાસી જયપ્રકાશભાઇ વેદ સવારે દિવાબત્તી કર્યા બાદ પત્‍નિને સાથે લઇને ઘરને તાળા લગાવી દવા લેવા ગયા હતાં. એ પછી કોઇપણ કારણોસર આગ ભભૂકતાં બે રૂમ સંપુર્ણ ખાક થઇ ગયા હતાં. જેના કારણે મોટી નુકસાની થઇ હતી. ધૂમાડાના ગોટેગોટા નીકળતાં લોકોના ટોળા એકઠા થઇ ગયા હતાં. ફાયર બ્રિગેડની ટીમોએ ચાર ગાડી સાથે પહોંચી આગને કાબુમાં લીધી હતી.

 

(1:09 pm IST)