Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

ભાજપના વિસ્‍તારો શકિત કેન્‍દ્રોના પ્રવાસે

પ્રદેશ ભાજપની યોજનાનુસાર અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલના માર્ગદર્શન હેઠળ તા. ૧૧ થી ૧૩ જૂન દરમ્‍યાન રાજયભરમાં અલ્‍પકાલીન વિસ્‍તારક યોજનાનો પ્રારંભ થઈ રહયો હોય  અલ્‍પકાલીન વિસ્‍તારક યોજના અંતર્ગત શકિતકેન્‍દ્ર દીઠ પાર્ટીના વિવિધ શ્રેણીના કાર્યકર્તાઓ ૩ દિવસ  માટે વિસ્‍તારક તરીકે જશે. તે અંતર્ગત શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, અલ્‍પકાલિન યોજનાના રાજકોટ મહાનગરના સંયોજક નરેન્‍દ્રસિહ ઠાકુર, સહ સંયોજક દીવ્‍યરાજસિહ ગોહિલ, સોનલબેન ચોવટીયાના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપ ઘ્‍વારા આજ તા.૧૧ જૂન થી ૧૩ જુન દરમ્‍યાન ત્રણ દિવસીય વિસ્‍તારક યોજનાનો પ્રારભં કરવામાં આવ્‍યો હતો, જે અંતર્ગત શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી સહીતના અગ્રણીઓએ વિસ્‍તારક તરીકે વોર્ડ નં. ૬ માં બુથ નં.૧૪૮માં પ્રવાસથી  પ્રારંભ કરેલ હતો. આ તકે વોર્ડના પ્રભારી, પ્રમુખ, વોર્ડ મહામંત્રી તેમજ તમામ શ્રેણીના કાર્યકર્તાઓ ઉપસ્‍થિત રહયા હતા.  આ તકે કમલેશ મિરાણીએ જણાવેલ કે વિસ્‍તારક યોજના દરમ્‍યાન વિસ્‍તારો પોતને ફાળવાયેલ શકિતકેન્‍દ્રનો પ્રવાસ કરશે તેમજ પોતાને ફાળવાયેલ શકિતકેન્‍દ્રના સંયોજકના ઘેર રાત્રી રોકાણ કરી બુથ અને પેજ સમિતિ સુધી સંગઠનાત્‍મક ઢાંચો સુવ્‍યવસ્‍થિત થાય તે દિશામાં કામગીરી કરશે. તેમજ બુથ કક્ષાએ બેઠકો, દરેક બુથમાં શકિતકેન્‍દ્ર સંયોજક, બુથ અઘ્‍યક્ષ, બીએલએ-ર, વોટસઅપ ગ્રુપ ઈન્‍ચાર્જ તથા પેજસમિતિના સભ્‍યો સાથે ચર્ચા-પરામર્શ કરશે. તેમજ બુથ તથા પેજસમિતિના સભ્‍યો પાર્ટીના પ્રાથમિક સભ્‍ય  ન બન્‍યા હોય તેને પ્રાથમિક સભ્‍ય બનાવવા, પ્રદેશ ભાજપ ઘ્‍વારા અપાયેલ કીટ કે જેમાં ભાજપ સરકારની સિઘ્‍ધીઓ, વિવિધ લોકકલ્‍યાણકારી અને જનહીતકારી યોજનાનો વિસ્‍તૃત માહિતી પ્રવાસ દરમ્‍યાન મળનારા આગેવાનો તેમજ ઘેર-ઘેર જનસંપર્કના માઘ્‍યમથી પહોંચાડવી જેવા કાર્યો કરવામાં આવશે.

(2:50 pm IST)