Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

કોઠારીયા રીંગ રોડ રિધ્‍ધી સિધ્‍ધી સોસાયટીમાં મહેશગીરી ગોસ્‍વામીનો ફાંસો ખાઇ આપઘાત

રાજકોટ તા. ૧૩: કોઠારીયા રીંગ રોડ ચોકડી પાસે રિધ્‍ધી સિધ્‍ધી સોસાયટી-૧માં રહેતાં મહેશગીરી કૈલાસગીરી ગોસ્‍વામી (ઉ.૨૪) નામના બાવાજી યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી.

મહેશગીરીએ સવારે છતના હુકમાં ચુંદડી બાંધી દેહ લટકાવી પગલુ ભરી લીધુ હતું. બનાવની જાણ થતાં આજીડેમ પોલીસ મથકના હેડકોન્‍સ. મહેન્‍દ્રભાઇ પરમારે જરૂરી કાર્યવાહી કરી હતી. આપઘાત કરનાર મહેશગીરી બે ભાઇ અને એક બહેનમાં નાનો હતો અને છુટક મજૂરી કરતો હતો. આપઘાતનું કારણ પરિવારજનો જાણતા ન હોઇ પોલીસે તપાસ યથાવત રાખી છે. 

(3:31 pm IST)