Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

ગુલાબનગર વિસ્‍તારમાં હત્‍યાની કોશિષના ગુનામાં પકડાયેલ આરોપીને શંકાનો લાભ

રાજકોટ,તા. ૧૩ : હત્‍યાનાં પ્રયાસના ગુન્‍હામાં આરોપી પિતા-પુત્રને શંકાનો લાભ આપીને સેશન્‍સ અદાલતે છોડી મૂકવાનો હુકમ કર્યો હતો.

આ કેસની વિગત એવી છે કે, તા. ૨૮ઈ૧/૨૦૧૮ના રોજ પડધરી તાલુકાનાં સરપદડ ગામ મુકામે ગુલાબનગર વિસ્‍તારમાં ફરિયાદી મોહીતભાઇ લાધુભાઇ મકવાણાએ ફરીયાદી આપેલ કે, અમારા ઘર પાસે રહેતા કોળી ધીરૂભાઇ નાથાભાઇ જીંજુવાડીયા તથા તેના બંને પુત્રો રજની ધીરૂભાઇ અને લાલજીભાઇ ધીરૂભાઇએ અમારા ઢોર આરોપી ધીરૂભાઇ નાથાભાઇ જીંજુવાડીયાના ઘર પાસે ગંદકી કરતા હોય અને પડેલ વાહનોને નુકસાન કરતા હોય તે બાબતે ઝઘડો થતા આરોપી (૧) રજની ધીરૂ (૨) ધીરૂભાઇ નાથાભાઇ  (૩) લાલજીભાઇ ધીરૂભાઇ જીંજુવાડીયા ઉશ્‍કેરાઇ જઇને ગાળો બોલીને ઝપાંઝપી કરતા હતા ત્‍યારે આરોપી રજત ધીરૂએ ઉશ્‍કેરાઇ જઇને તેના નેફામાંથી છરી કાઢી ફરિયાદીને મારતા પેટનાં ભાગે તથા હાથમાં  ગંભીર ઇજાઓ થયેલી, ત્‍યારે અન્‍ય આરોપીઓ અમો ફરીયાદીને પકડી રાખેલા તેવા મતલબની ફરીયાદ ફરીયાદી મોહીતભાઇ લાધુભાઇ મકવાણા, રહે. સરપદડવાળાએ પડધરી પોલીસ સ્‍ટેશનમાં આપેલ.

પોલીસ ત્રણેય આરોપીઓને ઇ.પી.કો. કલમ ૩૦૭,૩૨૪,૫૦૪,૫૦૬ (૨),૧૧૪ અને જી.પી.એકટની કલમ ૧૩૫ મુજબ અટક કરેલા અને પુરતો પુરાવો મળી આવતા ચાર્જશીટ રજુ કરેલ. આ કેસ પડધરીથી કમીટ થઇને રાજકોટ સેશન્‍સ કોર્ટમાં આવેલો. આ કેસ ચાલી જતા મોખિક,-લેખિત પુરાવોને ધ્‍યાને લઇ તહોમતનામા મુજબ આ કેસ સાબિત થયેલ ન હોય તથા ચાલુ કેસે આરોપી રજત ધીરૂ જીંજુવાડીયા મરણ જતા તેને એબેટ કરેલ. બાકીનાં બંને આરોપી પિતા-પુત્રને સેશન્‍સ અદાલતે હત્‍યાનાં પુરાવાનાં ગુન્‍હામાં શંકાનો લાભ આપી છોડી મુકવાનો હુકમ કરેલ છે.

આ કેસમાં આરોપી પિત-પુત્ર તરફે રાજકોટના અગ્રણી ધારાશાષાી સિધ્‍ધરાજસિંહ. કે. જાડેજા રોકાયેલા હતા.

સિધ્‍ધરાજસિંહ જાડેજા

(3:36 pm IST)