Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

ચેક રિટર્ન કેસમાં આરોપી હાજર નહિ રહેતા અદાલતે કસ્‍ટડીમાં લેતા સમાધાન કરી લીધું

રાજકોટ, તા . ૧૩  : આજે ચેક રીટર્ન  કેસમાં કોર્ટે અરોપીને કસ્‍ટડીેમાં લેતા સમાધાન કરી લીધું હતું.

આ કેસની વિગત એવી છે કે રાજકોટના ગ્રીનલેન્‍ડ ચોકડી પાસે ગાયત્રી નગર સોસાયટીમાં રહેતા ઠાકરશીભાઇ પાંચાભાઇ લીંબાસીયાએ તેમના વર્ષો જુના મીત્ર સંજય નટુભાઇ જેઠવા રહેઃ મોરારીનગર, શેરી નં. ૧/૩ કોર્નર, હરીધવા રોડ, રાજકોટવાળાને આર્થીક મદદ માટે હાથ ઉછીના રોકડા રૂા. ૨,૫૦,૦૦૦ અંકે રૂપિયા બે લાખ પચાસ હજાર પુરા આપેલા હતા. તે રકમ પરત ચુકવવા માટે  સંજયભાઇએ પોતાના ખાતાનો ચેક આપેલ હતો જે ચેક બિન ચુકતે પરત ફરતા ફરિયાદીએ રાજકોટની સ્‍પેશીયલ નેગોશીયેબલ કોર્ટમાં ધી નેગયેબલ ઇન્‍ટ્રુમેન્‍ટ એક્‍ટની કલમ - ૧૩૮ હેઠળ કેસ કરેલ હતો. આ કેસમાં આરોપી હાજર ન રહેતા આરોપી સામે ધરપકડનું વોરંટ ઇસ્‍યુ કરેલુ હતું. તેથી આરોપી હાજર થતા કોર્ટે આરોપી સંજય નટુભાઇ જેઠવાને જ્‍યુડીશીયલ કસ્‍ટડીમાં લેતા આરોપીએ એક જ દિવસમાં ફરીયાદીને રકમ ચુકવી ફરીયાદી સાથે સમાધાન કરી લીધેલ હતું. આ કેસમાં ફરીયાદી તરફે રાજકોટના વકીલ અતુલ સી. ફળદુ રોકાયેલા હતા.

(3:38 pm IST)