Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

જુહી ભોજાણીને MBBSની ડીગ્રીઃ ડોકટર બન્‍યા

નૃત્‍યનો ભારે શોખ, ધો.૧૨ સાયન્‍સના અભ્‍યાસ દરમ્‍યાન પણ નૃત્‍યની તાલીમ ચાલુ રાખી હતીઃ ભરતનાટ્‍યમમાં ગ્રેજયુએશન લેવલનો કોર્ષ એમબીબીએસના અભ્‍યાસની સાથે પૂર્ણ કર્યો

રાજકોટઃ શહેરની જાણીતી સંસ્‍થા કંકણની દીકરી જુહી ભોજાણી ડોકટર બની છે. એમબીબીએસમાં સારા માર્કસ મેળવી ડીગ્રી હાંસલ કરી છે. તેમણે લોહાણા સમાજનું ગૌરવ વધારેલ છે. શિલ્‍પાબેન અને નિલેશભાઈ ભોજાણી (આર્કિટેકટ) અને રીધ્‍ધીની બહેન જુહીએ ધો.૧૨ સાયન્‍સના અભ્‍યાસ દરમિયાન પણ એણે એનું નૃત્‍ય માટેનું પેશન જાળવી રાખ્‍યું. અભ્‍યાસની વ્‍યસ્‍તતા વચ્‍ચે પણ કંકણ સંસ્‍થા સાથેએ જોડાયેલી રહી.

ડિસ્‍કો દાંડિયાના કલ્‍ચરમાં કંકણ આપણી સંસ્‍કૃતિના ગરબાની માવજત કરતી સંસ્‍થા છે અને નવી પેઢીની આ નવ યુવતીઓ જયારે પોતાનું યોગદાન આ માવજતમાં આપેએ ઉલ્લેખનીય છે. એ ઉપરાંત એણે ભરતનાટયમમાં પણ ગ્રેજયુએશન કોર્સ એમબીબીએસની સાથે પૂર્ણ કર્યો. એટલે જે એમ માનતા હોય કે સાયન્‍સમાં ભણવા સિવાય કંઈ જ ના વિચારી શકાય એમના માટે જુહી ભોજાણી એક પ્રેરણાસ્ત્રોત છે. સાયન્‍સના અઘરા વિષયો હોવા છતાં તેમના માતા- પિતાએ નૃત્‍યનો શોખ પૂરો કરવામાં કયાંય રોકી નહિ અને જુહીએ પણ એક સંતુલન રાખતા અભ્‍યાસ અને નૃત્‍ય બંને માટે ઘટતું કર્યું.

માતા- પિતા તરીકે પોતાના સંતાનો પોતાની મરજીની કેરીયર બનાવેએ હેતુથી નિલેશભાઈ અને શિલ્‍પાબેનએ પોતાની  બંને દિકરીઓને આગળનો અભ્‍યાસ પોતાના રસ મુજબ પસંદ કરવાની સ્‍વતંત્રતા આપી એટલે જ આજે જુહી એમબીબીએસમાં અને એની નાની બહેન રિધ્‍ધિ પણ પોતાનું અને પોતાના પરિવારનું ગૌરવ વધારી રહ્યા છે.

ડો.જુહી ભોજાણી ઉપર અભિનંદનવર્ષા થઈ રહી છે.

(3:39 pm IST)