Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

નવાગામમાં જૂથ અથડામણમાં કલાકોમાં કુવાડવા પોલીસે ૨૦ આરોપીને પકડ્યા

દસ દિવસ પહેલા ટ્રેકટર રિવર્સમાં લેવા મામલે થયેલી બોલાચાલીનું મનદુઃખ કારણભુત

રાજકોટ તા. ૧૩: નવાગામ (આણંદપર)ના દિવેલીયાપરામાં શનિવારે મોડી રાતે બે જૂથ વચ્ચે જુના મનદુઃખને કારણે મારામારી થતાં કુવાડવા પોલીસે સામ સામે રાયોટીંગનો ગુનો દાખલ કર્યો હતો. આ ગુનામાં બંને પક્ષના ૨૦ આરોપીની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી લેવામાં આવી છે.

નવાગામ દિવેલીયાપરામાં રહેતાં વિનોદ વશરામભાઇ શેખ (કોળી) (ઉ.૩૨) પર કેટલાક શખ્સોએ લાકડી, તલવાર, ધારીયા, પાઇપથી હુમલો કરી ઇજા પહોંચાડી હતી. સામા પક્ષે રાહુલ ભગુભાઇ સભાડ (ઉ.૪૨) ઉપર પણ લાકડી, પાઇપ, ધારીયાથી હુમલો કરાયાની ફરિયાદ નોંધાઇ હતી. બંને પક્ષના ૧૫થી વધુને ઇજા પહોંચી હતી. દસેક દિવસ પહેલા રિવર્સમાં ટ્રેકટર લેવા બાબતે અને છોકરાઓ ગાળો બોલતાં હોઇ તે બાબતે માથાકુટ થઇ હતી. તેના મનદુઃખમાં શનિવારે ફરીથી બંને જુથ સામ સામે આવી જતાં પોલીસના ધાડા ઉતારવા પડ્યા હતાં.

પોલીસે ગોપાલ વનાભાઇ કીહલા, વના વજાભાઇ શિયાળ, રાજેશ ખેંગારભાઇ ભરવાડ, મનોજ જીણાભાઇ ચોહલા, રાહુલ ભગુભાઇ સભાડ, જગા પોપટભાઇ સભાડ, વિજય અરજણભાઇ સભાડ, કરણ ભરતભાઇ જોગરાણા અને કાના રાણાભાઇ સભાડને તથા સામા પક્ષે રમેશ વશરામભાઇ શેખ, કિશન મોહનભાઇ ઓળકીયા, વિનોદ વશરામભાઇ શેખ, દિલીપ નાથાભાઇ જોગરાણા, ખોડા નરસીભાઇ ચોૈહાણ, મનિષ મનસુખભાઇ સદાદીયા, વિક્રમ વિનુભાઇ કાગડીયા, લાધા ઉર્ફ યોગેશ બચુભાઇ ડાભી, વિપુલ લાખાભાઇ ધોરીયા અને કમલેશ મહાદેવભાઇ અઘારાને પકડી લીધા હતાં.

પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ, સંયુકત પોલીસ કમિશનરશ્રી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, એસીપી એસ. આર. ટંડેલની રાહબરીમાં પીઆઇ બી. એમ. ઝણકાટ, પીએસઆઇ એન.આર. વાણીયા, એચ. જી. ગોહિલ, હેડકોન્સ. અરવિંદભાઇ મકવાણા, અજીતભાઇ લોખીલ, કે. કે. પરમાર, કોન્સ. વિરદેવસિંહ જાડેજા, દેવેન્દ્રસિંહ જાડેજા, રઘુવીરભાઇ ઇશરાણી, રોહિતદાન ગઢવી, રાજેશભાઇ ચાવડા, નિલેષભાઇ સરવૈયા, ભાવેશભાઇ મકવાણા, અનિરૂધ્ધભાઇ સોલંકી સહિતે આ કામગીરી કરી હતી.

(3:41 pm IST)