Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

આયુર્વેદ હોસ્‍પિટલ અને નોડલ સેન્‍ટરો પર યોગ શીબીરની ઉજવણી અંગેની સુચનાઓ જારી

રાજકોટ તા. ૧૩ : આષુય કચેરીના નિયામકશ્રીની યાદીમાં જણાવાયુ છે કે અધિક મુખ્‍ય સીચવ આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગની મૌખિક સુચના મુજબ તા. ૨૧ ના વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવાના ભાગરૂપે તા. ૧૪ થી ૨૧ સુધી એક કલાકની યોગ શીબીરોના આયોજન કોમન પ્રોટોકોલ મુજબ કરવામાં આવશે.

તા. ૧૪ ના યોગ અને પ્રાણાયામનું સ્‍વાસ્‍થ્‍યમાં મહત્‍વ, તા. ૧૫ ના શ્વસનતંત્રના રોગોમાં યોગોનું મહત્‍વ, તા. ૧૬ ના ડાયાબીટીસમાં યોગ અને આયર્વેદ, તા. ૧૭ ના પેટના વિવિધ રોગોમાં યોગ અને આયુર્વેદ, તા. ૧૮ ના સાંધાના દુઃખાવાના વિવિધ રોગોમાં યોગ અને આયુર્વેદ, તા. ૧૯ ના ચામડીના રોગોમાં યોગ અને આયુર્વેદ, તા. ૨૦ ના માનસિક રોગોમાં યોગ અને આયુર્વેદ, તા. ૨૧ ના યોગ અને આયુર્વેદનું સ્‍વસ્‍થ જીવન શૈલીમાં મહત્‍વ વિષય પર વકતવ્‍યો ગોઠવાશે.

જેમાં વિવિધ પદાધિકારીઓ, સરકારી ઉચ્‍ચ અધિકારીઓ, સામાજીક કાર્યકર્તાઓ, સમાજના પ્રતિષ્‍ઠિત વયક્‍તિઓ અતિથિ વિશેષ તરીકે નિમંત્રિત કરાશે.

નોડલ ઓફીસર દ્વારા યોગ શીબીરના લાભાર્થીઓની સંખ્‍યાની માહીતી તેમજ ફોટોગ્રાફસ દરરોજ બપોરે ૧૨ વાગ્‍યા સુધીમાં સામેલ નિヘતિ ફોર્મેટમાં ઇ-મેઇલ આઇડી પર અને સદર કચેરી દ્વારા મોકલવામાં આવેલ ગુગલ શીટમાં આપવાની સુચના પણ જારી કરવામાં આવી છે.

આ ઉજવણી અંતર્ગત દરેક સંસ્‍થાના યોગ શીબીરના લાભાર્થીના સંકલપ પુરા કરવાના રહેશ. આયુષ હેલ્‍થ એન્‍ડ વેલનેસ સેન્‍ટર પર ૭૫ લાભાર્થી, સરકારી આયુર્વેદ હોસ્‍પિટલ - ૧૦૦ લાભાર્થી, સરકારી આયુર્વેદ-હોમિયોપેથીક કોલેજ - ૬૦૦ લાભાર્થી, સરકારી આયુર્વેદ-હોમિયોપેથીક દવાખાના - ૨૫ લાભાર્થીની સંખ્‍યા નકકી કરાઇ છે.

યોગ શીબીરમાં જે તે સંસ્‍થાના નોડલ ઓફીસરની સુચના મુજબ ઉપલબ્‍ધ સેન્‍ટરના યોગ ઇન્‍સ્‍ટ્રકટર દ્વારા યોગ શીબીરનું આયોજન કરાશે. કચેરી દ્વારા આપવામાં આવનાર આઇઇ સી મટીરીયલ્‍સના બેનર છપાવી કાર્યક્રમ દરમિયાન પ્રદર્શની તરીકે ઉપયોગ કરવા પણ આયુષ નિયામકશ્રીએ સુચના જારી કરી છે.

(3:44 pm IST)