Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

ગૌશાળા અને નિરાધાર રઝળતા પશુઓને લમ્‍પીથી બચાવવા રસીકરણ

અર્હમ ગ્રુપ અને એનિમલ હેલ્‍પલાઇનની નિઃશુલ્‍ક સેવા

રાજકોટ,તા. ૧૩ : રાજકોટમાં રસ્‍તે રઝળતા, નિરાધાર , પશુઓમા તેમજ ગૌ શાળા, પાંજરાપોળમાં આ પ્રકારના લક્ષણો જોવા મળે તો તુરંત અર્હમ યુવા સેવા ગ્રુપ અને કરૂણા ફાઉન્‍ડેશન ટ્રસ્‍ટ એનીમલ હેલ્‍પલાઇન , રાજકોટ (મો. ૯૮૯૮૦ ૧૯૦૫૯ / ૯૮૯૮૯૯૪૯૫૪) પર સંપર્ક કરવાથી રાજકોટમાં નિઃશુલ્‍ક તબીબી સારવાર મળશે. અથવા ગુજરાત સરકારની કરૂણા એમ્‍યુલન્‍સનાં ટોલ ફ્રી નં. ૧૯૬૨ પર સંપર્ક કરી શકાશે.અથવા નજીકના સરકારી પશુ દવાખાનાનો સંપર્ક કરીને આ પ્રકારના રોગની આસપાસ રસ્‍તે રઝળતા પશુઓની સારવાર કરાવવી.
અત્‍યાર સુધીમાં એનિમલ હેલ્‍પલાઇન  દ્વારા શેની એનીમલ હેલ્‍પલાઇન, શ્રીજી ગૌશાળા, સદ્‌ભાવના બળદ આશ્રમ, કામધેનુ ગૌશાળા, વિશ્‍વનીડમ ગુરુકુલમ - ઇશ્‍વરીયા, જિજયાવંત ગૌશાળા, કામધેનુ ગૌશાળા - કોઠારીયા, મામાપીર ગૌશાળા કોઠારીયા, બટુક મહારાજ ગૌશાળા, ગાયત્રી આશ્રમ રતનપર, રામચરિત ગૌશાળા રતનપર, ચંદ્ર મોલેશ્‍વર ગૌશાળા, ઓમ શાંતિ ગૌશાળા, નંદિની ગૌશાળા, સુરભિ સંપદા ગૌશાળા જેવી ગૌશાળાઓમાં ગાય અને ભેંસને ૧૪૦૦થી વધુ લમ્‍પી રોગની નિઃશુલ્‍ક રસી મુકાવવામાં આવી હોવાનું એક યાદીમાં  જણાવાયું છે.

 

(4:01 pm IST)