Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

રાજકોટ હેડ પોસ્ટ ઓફીસ ખાતે કાલથી બે દિવસ સુકન્યા સમૃધ્ધિ એકાઉન્ટ ખોલવા મેગા કેમ્પ યોજાશે

૧૦ વર્ષ કે તેથી નાની બાળકીઓનું ખાતુ ખોલાવવા શહેરીજનોને અપીલ

રાજકોટ,તા. ૧૩ : રાજકોટ હેડ પોસ્ટ ઓફીસની યાદી ઉમેરે છે કે કાલ અને બુધવારના દિવસે રાજકોટ હેડ પોસ્ટ ઓફિસ ખાતે ખાસ સુકન્યા સમૃદ્ધી એકાઉન્ટ ઓપનિંગની મેગા ડ્રાઇવ/ કેમ્પ રાખવામાં આવેલ છે. ભારત સરકાર દ્વારા ૧૦ કે તેથી નાની બાળકીઓ માટે સુકન્યા સમૃધ્ધિ યોજના આકર્ષક વ્યાજદર સાથે સૌથી લાભદાયક છે. જેની માહિતી મેળવવા તેમજ ખાતું ખોલાવવા માટે કાલથી બે દિવસ સવારે ૧૦ વાગ્યેથી રાજકોટ હેડ પોસ્ટ ઓફિસ ખાતે મેગા કેમ્પનું આયોજન કરેલ છે. જે માટે ૧૦ વર્ષથી નીચેની બાળકીના વાલીઓ જરૂરી ડોકયુમેન્ટ જેમ કે બાળકીનું જન્મ દાખલો, માતા અથવા પિતાના આધારકાર્ડ, પાનકાર્ડ ૨ પાસપોર્ટ ફોટા તેમજ રૂપિયા ૨૫૦ સાથે લાવી સુકન્યા સમૃધ્ધિ ખાતુ તાત્કાલિક ખોલી આપવામાં આવશે. તો આ તકનો મહત્તમ લાભ લેવા અપીલ કરાઇ છે.

(4:05 pm IST)