Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

વોર્ડ નં. રના ચુડાસમા પ્‍લોટ મેઇન રોડ પર ડામર રી-કાર્પેટ કામનો પ્રારંભ : ખાતમુહૂર્ત

રાજકોટ : વોર્ડ નં.રમાં ચુડાસમા પ્‍લોટ મેઇન રોડ પર ડામર રી-કાર્પેટની કામગીરી રાજકોટ- ૬૯ના ધારાસભ્‍ય અને પૂર્વ મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણીની ગ્રાન્‍ટમાંથી કરાશે. આ કામનું ખાતમુહૂર્ત સુરેન્‍દ્રનગર જીલ્લાના પ્રભારી નીતિનભાઇ ભારદ્વાજના હસ્‍તે કરાયું હતું.  આ પ્રસંગે વોર્ડ નં.૨ના કોર્પોરેટર તથા ડે.મેયર ડૉ.દર્શિતાબેન શાહ, ના કોર્પોરેટર તથા સ્‍થાયી સમિતિના સભ્‍ય મનીષભાઈ રાડીયા તથા જયમીનભાઇ ઠાકર તથા વોર્ડ નં.૨ના કોર્પોરેટર મીનાબા જાડેજા, વોર્ડ નં.૨ના પ્રભારી મનુભાઈ વઘાસીયાના ના પ્રમુખ રાજેન્‍દ્રસિંહ ગોહિલ, મહામંત્રી દશરથભાઈ વાળા તથા ભાવેશભાઈ ટોયટા તથા વોર્ડ અગ્રણીય અજયસિંહ જાડેજા, ગુલાબસિંહ જાડેજા, જયરાજસિંહ જાડેજા, જે.ડી. ઉપાધ્‍યાય, ડો. પ્રિતેશભાઈ પોપટ, જયંતિભાઈ બુધેલિયા, નરેન્‍દ્રસિંહ ગોહિલ, અતુલભાઈ નથવાણી, લક્ષ્મણભાઈ, ચંદ્રસિંહ જાડેજા, રાજુભાઈ પારેખ, ભાગવતભાઈ શર્મા, છેલભાઈ રાવલ, પુષ્‍પકભાઈ જૈન, રાજુભાઈ દલવાણી, ભાનુભાઈ પટેલ, મીતભાઈ ગાંધી, રાજકોટ શહેર ભાજપ મંત્રી દીપાબેન કાચા, પૂર્વ કોર્પોરેટર જસુમતીબેન વસાણી, વોર્ડ નં.૨ના મહિલા મોરચા પ્રમુખ દેવ્‍યાનીબેન રાવલ, વોર્ડ નં.૨ મહિલા મોરચાના મહામંત્રી પલ્લવીબેન ચૌહાણ વોર્ડ અગ્રણીય  ભારતીબેન કારીયા, અમિતાબેન પારેખ વિગેરે ઉપસ્‍થિત રહેલ.

(4:16 pm IST)