Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

રાજકોટ બાર એસો. આયોજીત વેલકમ જજીસ કાર્યક્રમનો બહિષ્‍કાર

કેટલાક વકીલો દ્વારા બાર એસો.ને લેખિત રજૂઆત કરાઈ

રાજકોટઃ બાર એસો. આયોજીત આજે સાંજે યોજાનાર વેલકમ જજીસ અને ૫૦ વર્ષથી વકીલાત કરી ચુકેલા વકીલોનું સન્‍માન કરવાનો આજે સાંજે યોજાએલ કાર્યક્રમની સંદર્ભે બાર એસો.ના પૂર્વ પ્રમુખ બકુલભાઈ રાજાણી, એડવોકેટ શ્‍યામલ સોનપાલ સહિતના કેટલાક વકીલોએ ઉપરોકત કાર્યક્રમનો બહિષ્‍કાર કરવામાં આવેલ છે.

આ અંગે બાર.એસો.ને કરેલ લેખિત રજુઆતમાં જણાવ્‍યા મુજબ રાજકોટ બાર એસોસીએશન દ્વારા ‘વેલકમ જજીસ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. પરંતુ અગાઉની બોડીએ તથા સીનીયર ધારાશાષાીઓની મળેલી મીટીંગમાં સર્વાનુમતે નકકી થયેલ કે વકિલ વિરોધી પરીપત્ર ડિસ્‍ટ્રીકટ જજશ્રી દ્વારા પરત ખેંચવામાં ન આવે ત્‍યાં સુધી આવા તમામ કાર્યક્રમોથી દુર રહેવું. પરંતુ હાલના પ્રમુખશ્રી તથા ચુંટાયેલા સભ્‍યશ્રીઓ દ્વારા રાજકોટ બાર એસોસીએશનના તમામ સભ્‍યોનું સન્‍માન જળવાઈ તેવા પગલા લેવાના બદલે ‘વેલકમ જજીસ' જેવા કાર્યક્રમો દ્વારા રાજકોટ બાર. એસોસીએશનની પ્રતિષ્‍ઠાની હાની પહોંચી રહેલ હોય જેને અમો વખોડી કાઢીએ છીએ.

અત્રે ઉલ્લેખનીય છે કે ‘વેલકમ જજીસ' કાર્યક્રમ સાથે સીનીયર ધારાશાષાીશ્રીઓનું સન્‍માન કરવાનો કાર્યક્રમ રાખેલ છે. તે સંદર્ભે અમોને કોઈ વાંધો તકરાર નથી પરંતુ ‘વેલકમ જજીસ' કાર્યક્રમ તાત્‍કાલીક અસરથી રદ કરવા અમારી માંગણી છે. તેમજ પરીપત્ર પરત ખેંચવા તાત્‍કાલીક આંદોલનાત્‍મક પગલા લેવા અમારી રજૂઆત છે.

આ આવેદન પત્રની એક નકલ ડીસ્‍ટ્રીકટ જજશ્રીને પાઠવી ‘વેલકમ જજીસ' કાર્યક્રમથી તમામ ન્‍યાયાધીશોને દુર રહેવા રજુઆત કરાઈ છે.

(4:22 pm IST)