Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

રાજકોટ સહિત ૪ જીલ્લાના ૭ ડેમમાં અર્ધાથી ૧૧ ફુટ જેવુ નવુ પાણી ઠાલવતા મેઘરાજાઃ સોરઠીમાં ૧૧ ફુટની ધોધમાર આવક

રાજકોટ તા. ૧૩ :.. મેઘસવારી શરૂ થઇ છે, તો સાથો સાથ ડેમોમાં નવા પાણીની આવક શરૂ થતા લોકોના હૈયે ટાઢક પણ છવાઇ છે, ર૪ કલાકમાં મેઘરાજાએ રાજકોટ સહિત ૪ જીલ્લાના ૭ ડેમોમાં ૦ાા થી ૧૧ ફુટ જેવુ નવુ પાણી ઠાલવી દિધું છે.

પોરબંદરના સોરઠી ડેમમાં ર૪ કલાકમાં ૧૧ ફુટ નવા પાણીની આવક થઇ છે, જો કે, આ પાણી ડેડ વોટરમાં હોય જીવંત સપાટી હજુ ઝીરો લેવલે જ છે.આ ઉપરાંત રાજકોટના મોજમાં અને વેણુમાં પોણો ફુટ, દ્વારકાના વર્તુ-ર માં ર.૮ર ફુટ, કાબરકામાં સવા પાંચ ફુટ નવા પાણીની આવક થયાનું સિંચાઇ કન્ટ્રોલ રૂમના સુત્રોએ જણાવ્યું હતું.આ ઉપરાંત સુરેન્દ્રનગર જીલ્લાના ત્રિવેણી ડાંગા ડેમમાં ૧ ફુટ તો લીંબડી ભોગાવો ડેમમાં ૦.૧૬ ફુટની આવક થયાનું ઉમેરાયું હતું.

(11:34 am IST)