Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

દલિત યુવતિ પર બળાત્કાર ગુજારવા અંગે આરોપીને ૧૦ વર્ષની સજા

લગ્નની લાલચ આપી ગોંડલના યુવાને વારંવાર દેહસંબંધ બાંધી લગ્ન કરવાની ના પાડી દેતા પીડીતાએ એટ્રોસીટી એકટ - બળાત્કાર અંગેની ફરિયાદ નોંધાવી હતીઃ પીડીતાની જૂબાની માની ગોંડલ સેશન્સ અદાલતે સજા ફટકારી

રાજકોટ તા. ૧૩ :.. ગોંડલ શહેરમાં યુવતીને લગ્નની લાલચ આપી અવારનવાર યુવતી સાથે શરીર સબંધ બાંધેલ તેની સાથે લગ્ન નહી કરવાના ગુન્હામાં આરોપી કેતન હરેશભાઇ વૈષ્ણવને દસ વર્ષની સખ્ત કેદની સજા ગોંડલની સેશન્સ કોર્ટ ફટકારી છે.

આ કેસની ટૂંકમાં હકિકત એવી છે કે રાજકોટ શહેરના ગોંડલ શહેરમાં રહેતી દલીત યુવતીએ એવી ફરીયાદ લખાવેલ કે આરોપી કેતન હરેશભાઇ વૈષ્ણવ રહે. ભગવતપરા, પટેલવાડી, ગોંડલના સાથે સબંધ થયેલ અને બન્ને વચ્ચે પ્રેમ સબંધ પણ થયેલો અને અંદાજે બે થી અઢી વર્ષ સાથે રહેલા અને આરોપી કેતન હરેશભાઇ વૈષ્ણવે યુવતીને લગ્ન કરવાની લાલચ આપેલ જેને કારણે યુવતી સાથે અનેક વાર શારીરીક સંબંધ બાંધેલ હતો અને યુવતી ને લગ્ન કરવાનું વચન આપેલ હતું પરંતુ આરોપી કેતન હરેશભાઇ વૈષ્ણવે યુવતીનું શારીરિક શોષણ કરેલ અને લગ્ન કરવાની ના પાડતા યુવતીએ ગોંડલ સીટી પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સહિતાની કલમ ૩૭૬, ૪ર૦ તથા એટ્રોસીટી એકટની કલમ-૩ (૧) (૧૧) મુજબની ફરીયાદ કરેલ હતી.

ત્યારબાદ પોલીસે આરોપી કેતન હરેશભાઇ વૈષ્ણવની ધરપકડ કરેલ અને આરોપી સામે ગંભીર ગુનાનું ચાર્જશીટ કરવામાં આવેલ અને ઉપરોકત કેસનું એટ્રોસીટી એકટ મુજબ તથા ૩૭૬ મુજબનું ચાર્જશીટ દાખલ થયેલ અને સેશન્સ અદાલતમાં ઉપરોકત કેસ ચાલતા સરકારી વકીલ શ્રી ઘનશ્યામ કે. ડોબરીયા દ્વારા સરકાર તરફે દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવેલ.

ત્યારબાદ સરકારશ્રી તરફે કુલ ૧૯ સાહેદોની જૂબાની નોંધવામાં આવેલ ડોકટર શ્રીની જુબાની તથા ભોગ બનનારની જૂબાની તથા તપાસ કરનાર અધિકારીની જુબાની પુરાવામાં ગ્રાહય રાખી અને સરકારી વકીલ શ્રી ઘનશ્યામ કે. ડોબરીયાની દલીલો ધ્યાને લઇ આરોપી કેતન હરેશભાઇ વૈષ્ણવને એટ્રોસીટીના ગુનામાં તથા ૩૭૬ ના ગુનામાં દસ વર્ષની સખ્ત કેદની સજા ગોંડલની સેશન્સ અદાલતે ફરમાવેલ છે.

આ કામમાં સરકારશ્રી તરફે સરકારી વકીલશ્રી ઘનશ્યામ કે. ડોબરીયા રોકાયેલા હતાં.

(11:36 am IST)