Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

બામણબોર, ગુંદાળા, ગારીડા, નવાગામમાં સતત ઉભરાતી ઇયળોથી ગામલોકો ત્રાહીમામ

ઘરમાં ઘુસી જતી ઇયળોથી લોકો જમી-ઉંઘી શકતાં નથીઃ બાળકો ભયભીત થઇ જાય છેઃ આરોગ્ય તંત્ર સત્વરે દવા છંટકાવ કરે તેવી માંગણી

રાજકોટઃ રાજકોટ જીલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી ઇયળોનો ઉપદ્રવ થતાં ગામલોકો ત્રાહીમામ પોકારી ગયા છે. બામણબોર, નવાગામ, ગુંદાળા, ગારીડા સહિતના ગામોમાં છેલ્લા કેટલાક દિવસથી ઇયળો ઉભરાઇ રહી છે. લોકોના ઘરમાં ઇયળો ગમે ત્યારે ઘુસી જતી હોઇ નીરાતે જમી કે ઉંઘી પણ શકતા નથી. ઢગલા મોઢે ઇયળો ઘુસી જતી હોઇ બાળકો ડરી જાય છે. લોકોને સતત સાવરણા-સાવરણીઓથી ઘરમાંથી ઇયળોને બહાર કાઢવી પડે છે. આરોગ્ય તંત્ર ગંભીરતા દાખવી દવાનો છંટકાવ કરે તો આ ઉપદ્રવ ઓછા થઇ શકે તેમ હોવાનું બામણબોરથી બાબુલાલ ડાભીએ જણાવ્યું હતું. તસ્વીરમાં ઇયળોના ઢગલા જોઇ શકાય છે.  તસવીરો બાબમણબોરથી બાબુભાઇ ડાભીએ મોકલી હતી.

(1:00 pm IST)