Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

શહેર ટ્રાફિક બ્રાંચમાં એસીપી તરીકે ચાર્જ સંભાળતા વી. આર. મલ્હોત્રા

રાજકોટ તા. ૧૩: તાજેતરમાં પાંચ પીઆઇને એસીપી તરીકે પ્રમોશન મળતાં તેમાંથી બે એસીપીને રાજકોટમાં નિમણુંક આપવામાં આવી છે. જેમાં આર. એસ. બારીયા રાજકોટ ખાતે હાજર થયા બાદ મહિલા પોલીસ સ્ટેશનનો ચાર્જ સોંપવામાં આવશે. આજે એસીપીશ્રી વી.આર. મલ્હોત્રા રાજકોટ ખાતે હાજર થઇ ગયા છે. તેમને શહેર ટ્રાફિક બ્રાંચનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. તેમણે હાજર થયા બાદ પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ સાથે મુલાકાત કરી હતી એ પછી ટ્રાફિક બ્રાંચમાં હાજર થયા હતાં.

પોલીસ ઇન્સ્પેકટર તરીકે વી.આર.મલ્હોત્રાએ એટીએસમાં અત્યંત ઉમદા અને નોંધપાત્ર કામગીરીઓ કરી છે. આ ઉપરાંત અમદાવાદ ક્રાઇમ બ્રાંચમાં પણ ખુબ જ મહત્વની ફરજ બજાવી અનેક ઓપરેશન અને આર્થિક કોૈભાંડો પરથી પરદા ઉંચકયા હતાં. ભરૂચ જેવા સંવેદનશીલ જીલ્લામાં કોમી તોફાનો ન થાય એ માટેથી રણનીતિઓ ઘડવામાં પણ તેમની કામગીરી ઉત્તમ રહી હતી. હવે તેમના પર રાજકોટ શહેરની ટ્રાફિક સમસ્યાના નિવારણની જવાબદારી છે. તેમણે ટ્રાફિક બ્રાંચમાં ચાર્જ સંભાળતા અધિકારીઓ, કર્મચારીઓએ સ્વાગત કર્યુ હતું.

(3:12 pm IST)