Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ચકચારી માટી કૌભાંડમાં કાલે સત્ય શોધક સમિતિની પ્રથમ બેઠક

ડો. ભાવીન કોઠારીના નેતૃત્વવાળી સમિતિમાં પણ ન્યાયીક તપાસ અંગે પડકાર

રાજકોટ, તા. ૧૩ :. બી-ગ્રેડની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ભાજપના જ બે જુથની લડાઈ ભ્રષ્ટાચારરૂપી કાદવ પરસ્પર ઉડી રહ્યો છે. નેક કમિટીના આગમન પૂર્વે સ્પોટર્સ સંકુલમાં માટી નાખવામાં આવી હતી. આ કથિત માટી કૌભાંડની તપાસ માટે સત્ય શોધક તપાસ સમિતિ રચાઈ છે.

બહુ ગાજેલા માટી કૌભાંડમાં નિમાયેલ તપાસ સમિતિના ડો. ભાવીન કોઠારી, હરદેવસિંહ જાડેજા, ભરત રામાનુજ, પ્રો. દેવાંગ પારેખ અને ઓડીટ વિભાગના અધિકારીઓ આવતીકાલે સૌ પ્રથમવાર મળી રહ્યા છે.

માટી કૌભાંડમા ભાજપના બે જુથ પરસ્પર દાવ લેવાના ભાગરૂપે માટી કૌભાંડને બહુ ચગાવે છે ત્યારે આ ચકચારી માટી કૌભાંડમાં રોજ નવા ફણગા ફુટી રહ્યા છે. કારના નંબર બાદ મળતાવળો ટ્રેકટર નંબર બહાર આવ્યો છે. માટી કૌભાંડમા ખરેખર કેટલુ કામ થયું ? કેટલા ફેરા થયા ? કેટલુ ચૂકવણુ થયું ? સહિત અનેક બાબતો તપાસ સમિતિ બહાર લાવશે. માટી કૌભાંડની તપાસ કરનાર સમિતિ શું ન્યાયીક તપાસ કરી શકશે ? તપાસ દરમિયાન હાલ સામસામે ગણાતા બે ભાજપ જુથ એક બની જાય તો નવાઈ નહીં.

(3:50 pm IST)