Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

મોટામવાના મૃતક શખ્સની જમીન પચાવી પાડવાના લેન્ડ ગ્રેબીંગના કેસમાં વકીલ સહિત ત્રણની જામીન અરજી રદ

આરોપીઓ વિરૂધ્ધ ઘુષણખોરી-કાવત્રાનો ગંભીર ગુનો છેઃ અદાલત

રાજકોટ તા.૧૩ : રાજકોટના મોટામવા ગામના સર્વે નં.૬પ ના પ્લોટ નં. ૪પ ની જમીન પચાવી પાડવાના પ્રયાસ રૂપે ખોટા અને બનાવટી દસ્તાવેજો ઉભા કરી વકિલ હરસુખભાઇ ચૌહાણ સહીતના આરોપીઓની જામીન અરજી લેન્ડ ગ્રેબીંગ પ્રોહીબીશન અધિનિયમ હેઠળની ખાસ અદાલતે રદ કરેલ છે.

આ કેસની હકિકત એવા પ્રકારની છે કે મોટામવા ગામના રે.સ.નં. ૬પ ના પ્લોટ નં.૪પ ના જમીન ચો.વા.આ.ર૪૦-૪પ ભુરાભાઇ ભાણજીભાઇ પટેલના નામની માલીકીની આવેલ હતી. તેઓ વર્ષ ર૦૦૧માં અવસાન થયા બાદ તેમના પુત્ર કાંતિભાઇ ભુરાભાઇ આ જમીનના માલીક અને કબજેદાર બનેલ હતા.ભુમાફિયાઓની નજરમાં આ જમીન આવી જતા મિલનભાઇ ખોડાભાઇ મકવાણા, દોલુભા દેવાભા સુમાણીયા, વકિલ હરસુખ મગનલાલ ચૌહાણ અને હરકિશન નાનાલાલ વિગેરેનાઓએ આ જમીન પચાવી પાડવા માટે કાવતરૂ ઘડી હરકિશન નાનાલાલને સબ-રજીસ્ટ્રાર કચેરીમાં ભુરાભાઇ ભાણજીભાઇ તરીકે ઉભા રાખી અને આરોપી મિલન ખોડાભાઇના નામનો વેચાણ દસ્તાવેજ નોંધાવી આપેલ આ દસ્તાવેજમાં દોલુભા દેવાભા અને જીતેન્દ્ર રમેશભાઇ તરીકે સાક્ષી તરીકે સહી કરેલ તેમજ વકિલ હરસુખભાઇ ચૌહાણ સોંગદનામામા ઓળખ આપેલ. આ રીતે નોંધાયેલ દસ્તાવેજથી જમીન પચાવી પાડવાનો કારસો થતા ગુજરનાર ભુરાભાઇ પટેલના પુત્ર કાંતિભાઇએ લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ ફરીયાદ નોંધાવતા મદદનીશ પોલીસ કમિશ્નર શ્રી જે.એસ.ગડમએ તપાસ હાથ ધરતા જણાયેલ કે, આરોપી  ધવલ રમણીકલા બગથરીયા પોતાનો ફોટોગ્રાફી સ્ટુડીયો ધરાવે છે જેમણે પોતાના સ્ટુડીયોમાં સાક્ષીઓની તથા સરકારી જમીન વેચાણથી મેળવવા માટે અશ્વિનભાઇ પરસાણા ઉત્સુક હતા, તેથી તેઓએ આરોપી કેતન પરસોતમભાઇ વોરાનો સંપર્ક કરી કાયદેસરની કાર્યવાહી કરવા જણાવેલ હતુ. આ માટે અશ્વિનભાઇએ રૂ.૭૩ લાખ કેતન વોરાને આપેલ હતા. આરોપી કેતન વોરાએ બહાદુરસિંહ ચૌહાણનો સંપર્ક કરી ખોટા અને બનાવટી દસ્તાવેજો ઉભા કરવાનું શરૂ કરેલ જેમાં જયેશભાઇ ડાભીએ પોતાના કોમ્પ્યુટરમાં ખોટા સરકારી હુકમો તૈયાર કરી આપેલ અને આરોપી અમિતસિંહ ચૌહાણે હમ દસ્તાવેજોમા સરકારી કચેરીઓના સીલ અને સહીઓ કરી આપેલ હતી. અશ્વિનભાઇ પરસાણાને મોકલવામાં આવેલ. આ દસ્તાવેજો બનાવટી જણાય આવતા તેઓએ કલેકટર કચેરીમાં દસ્તાવેજોની ખરાઇ કરાવતા આ તમામ દસ્તાવેજો અને હુકમો બનાવટી હોવાનું જણાયેલ. આ પ્રકરણ કલેટરશ્રીની જાણમાં આવતા આ બાબતે તાલુકા મામલતદાર શ્રી કે.એમ. કથીરીયાને ફીરયાદી બનાવી પોલીસ તપાસ હાથ ધરાયેલ.

લેન્ડ ગ્રેબીંગ પ્રોહીબીશન અધિનિયમની ખાસ અદાલત સમક્ષ રજુઆત થયેલ કે આરોપીઓએ જમીન પચાવી પાડેલ નથી કે કબ્જો કરેલ નથી તેથી લેન્ડ ગ્રેબીંગ અધિનિયમ લાગુ પડતો નથી સરકાર તરફે રજુઆત કરતા સ્પે. પી.પી. એસ.કે. વોરાએ જણાવેલ કે કાયદાના પ્રબધો મુજબ ઘુસણખોરીનો પ્રયાસ કરવામાં આવે તો તે ઇસમને પણ કાયદાની પરીભાષામાં 'લેન્ડ ગ્રેબીંગ' કહેવાય છે. આ ઉપરાંત ચારમાંથી કોઇપણ આરોપી સરકારી નોકર નહી હોવા છતા વોટસએપ ઉપર સરકારી હુકમો અને ઠરાવોની નકલો મોકલવો, ત્યારે આવા બનાવટી દસ્તાવેજો ચારેય આરોપીઓએ કાવતરા રૂપે એકસંપ કરી ગુનો આચરેલ છે તેમ સાબિત થાય છે. સરકાર તરફેથી આ દલીલો માન્ય રાખી ખાસ અદાલતે આરોપી ધવલ રમણીક બગથરીયા હરકિશન દેવડા વકીલની જામીન અરજીઓ રદ કરેલ છે. આ કેસમાં સરકાર તરફે સ્પે.પી.પી. સંજયભાઇ કે. વોરા રોકાયેલ હતા.

(3:51 pm IST)