Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

RTO કચેરી નવી બનશેઃ ૬૭૮ કરોડનો વર્ક ઓર્ડર

ગ્રાઉન્ડ કરમાળની ઈમારતઃ તમામ બ્રાંચોનો સમાવેશ કરાશેઃ પટેલ બીલ્ડર્સને કોન્ટ્રાકટ અપાયો

રાજકોટ, તા. ૧૩ :. રાજકોટની આરટીઓ કચેરી અદ્યતન નવી બનાવવા અંગેનો વર્ક ઓર્ડર ગઈકાલે અપાઈ ગયાનું માર્ગ-મકાનના એકઝી. ઈજનેર શ્રી મીતેશ કામદારે અકિલાને જણાવ્યુ હતું. તેમણે જણાવ્યુ હતુ કે પટેલ બીલ્ડર્સને ૬.૭૮ કરોડનું આરટીઓ કચેરી નવી બનાવવા અંગે ઓર્ડર અપાયો છે. કુલ ૪૭૦૦ સ્કવેર મીટરમાં બાંધકામ થશે. ૧૭૭૬ બીલ્ટઅપ એરીયા થશે. ગ્રાઉન્ડ કરમાળની આ અદ્યતન બિલ્ડીંગ હાલ જે જૂની આરટીઓ કચેરી છે તેની બાજુમાં જ બનાવાશે. જેમાં આરટીઓ કચેરી, પી.એ. ઓફિસ, કોન્ફરન્સ અને મીટીંગ હોલ, લાયસન્સ બ્રાન્ચ, વિકલાંગ અને મહિલાઓ માટે અલગ શૌચાલય, પીવાના પાણીની સુવિધા, વેઈટીંગ રૂમ સહિતની કાર્યવાહી થશે.

(3:53 pm IST)