Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

શહેરમાં બપોર સુધીમાં કોરોનાનો માત્ર ૧ કેસ

હાલમાં ૪૯ દર્દીઓ સારવાર હેઠળ : શહેરના કુલ કેસનો આંક ૪ર૭૭પ થયોઃ આજ દિન સુધીમાં૪ર,ર૬૬ દર્દીઓએ કોરોનાને હરાવ્યોઃ રિકવરી રેટ ૯૮.૭ર ટકા થયો

રાજકોટ તા. ૧૩ : શહેરમાં આજે માત્ર ૧કેસ નોંધાયો છે.

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં ૧ કેસ નોંધાયા  છે.  શહેરમાં અત્યાર સુધીમાં કુલ  ૪૨,૭૭પ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે.

ગઇકાલે કુલ ૧૭પ૮  સેમ્પલ લેવાયા હતા.જેમાં ર  કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૦.૧૧  ટકા થયો  હતો. જયારે ૬ દર્દીઓે સાજા થયા હતા.

આજ દિન સુધીમાં  ૧૨,ર૪,૦૮૮ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૪૨,૭૭પ  સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૩.૪૯ ટકા થયો છે. જયારે રિકવરી રેટ ૯૮.૭૨ ટકા થયો છે.

જયારે શહેરમાં હાલમાં સરકારી હોસ્પિટલ, ખાનગી હોસ્પિટલ તથા હોમ આઇસોલેશન  હેઠળ ૪૯  દર્દીઓ સારવાર હેઠળ છે.

(3:53 pm IST)