Gujarati News

Gujarati News

News of Thursday, 13th August 2020

વિદેશી દારૂના દરોડાઃ ૧૧ બોટલ સાથે શીબુદાસ, સમીર અને શબ્બીર ઉર્ફ સમીર પકડાયા

રાજકોટઃ ચુનારાવાડ મેઇન રોડ પરથી સોરઠીયાવાડી પટેલનગર-૪ ભોજા ભગત ચોકમાં રહેતાં શીબુદાસ ઉર્ફ ગિરીરાજ સંજયભાઇ દાસ (ઉ.વ.૨૨)ને રૂ. ૫૦૦ના એક બોટલ દારૂ સાથે થોરાળાના કોન્સ. યુવરાજસિંહ રાણાએ પકડી લીધો હતો. પીએસઆઇ જાદવ વધુ તપાસ કરે છે. જ્યારે ટ્રેકટર ચોકમાંથી બજરંગવાડી-૧૪ના સમીર ઇસ્માઇલભાઇ જાખરા (ઉ.વ.૩૩)ને રૂ. ૫૦૦ના એક બોટલ દારૂ સાથે કોન્સ. જયદિપસિંહ જાડેજાએ પકડ્યો હતો. પીએસઆઇ બારસીયા વધુ તપાસ કરે છે.

ભકિતનગર પોલીસે જંગલેશ્વર મેઇન રોડ હસનશા પીરની દરગાહ નજીકથી શબ્બીર ઉર્ફ સમીર ઇસ્માઇલભાઇ કઇડા (ઉ.વ.૪૨-રહે. જંગલેશ્વર)ને રૂ. ૪૫૦૦ના ૯ બોટલ દારૂ સાથે પીએસઆઇ જેબલીયા, એએસઆઇ ફિરોઝભાઇ શેખ, પુષ્પરાજસિંહ ગોહિલ સહિતે પકડી લીધો હતો. ઇમ્તિયાઝ ઉર્ફ ટીલી ઇબ્રાહીમભાઇ જુણેજાનું નામ ખુલતાં તેની શોધખોળ થઇ રહી છે.

(11:29 am IST)