Gujarati News

Gujarati News

News of Thursday, 13th August 2020

ન્યુ ખોડિયાર સોસાયટીમાં દિવ્યકાંતભાઇ ખેતાણી અને બારવણના રમેશભાઇ સાકરીયાનું બેભાન હાલતમાં મોત

રાજકોટઃ સહકાર રોડ ન્યુ ખોડિયાર સોસાયટી-૩માં રહેતાં દિવ્યકાંતભાઇ કિરીટભાઇ ખેતાણી (ઉ.વ.૪૫) ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ તબિબે નિષ્પ્રાણ જાહેર કરતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. ભકિતનગરના હેડકોન્સ. ડી.વી. પરમારે જરૂરી કાર્યવાહી કરી હતી.

જ્યારે કુવાડવાના બારવણના રમેશભાઇ ખીમજીભાઇ સાકરીયા (ઉ.વ.૪૦)ને છાતીમાં દુઃખાવો ઉપડતાં કુવાડવા હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હેડકોન્સ. એમ. એલ. ઝાલાએ જરૂરી કાર્યવાહી કરી હતી.

(11:31 am IST)