Gujarati News

Gujarati News

News of Saturday, 13th August 2022

સ્ટેચ્યુ ઑફ યુનિટીનાં કર્મયોગીઓએ પ્રવાસીનું ખોવાયેલ રોકડા અને સોનાની બુટ્ટી ભરેલ પર્સ પરત કર્યું.

સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે વિશ્વભરનાં પ્રવાસીઓની પહેલી પસંદ બન્યુ છે અને તેમાં ફરજ બનાવતા પ્રમાણિક કર્મયોગીઓનો નિઃસંદેહ સિંહફાળો રહ્યો છે.અત્રે આવતા પ્રવાસીઓ ઘણી વખતે પોતાની કિંમતી વસ્તુઓ પ્રવાસના સ્થળોએ ભુલી જતાં હોય છે અથવા પડી જતી હોય છે પરંતુ અત્રે ફરજ બજાવતા કર્મયોગીઓએ હંમેશા પ્રમાણિકતા સાબિત કરી છે. આ અગાઉ રૂ. ૭૦,૦૦૦/- ભરેલ પાકીટ ગાઇડમિત્રોને મળી આવતા મુળ માલિકને પરત કરેલ હતુ આ પ્રમાણે બસમાં પ્રવાસીનું ખોવાયેલ રોકડા અને સોનાની બુટ્ટી ભરેલ પર્સ પરત કર્યું.

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઓફીસ આસીસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા શ્રી પ્રિયાંક પટેલ મોડી સાંજે  ગોરા ગામ સ્થિત પાર્કિંગ ખાતે પોતાની ફરજ પર હતા તે વખતે મહારાષ્ટ્ર ના દંપતીએ આવીને સોનાની બુટ્ટી અને રોકડા રૂ. ૬,૭૪૦/- ભરેલ પર્સ એક બસમાં ભુલી ગયેલ છે અને તે બસનો નંબર પણ ખ્યાલ ન હતો તેવી હકીકત જણાવતા સ્ટાફ દ્વારા ઉંડાણપુર્વકની તપાસ બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટીની બસ નંબર ૨૨નાં ડ્રાઇવર શ્રી વિરેન્દ્રભાઇ તડવી અને હેલ્પર શ્રી હરેન્દ્રભાઇ તડવીએ બસમાં શોધખોળ કરી હતી પર્સ મળી આવતા  તુરંત શ્રી પ્રિયાંક પટેલનો સંપર્ક કરીને ઉચ્ચ અધિકારીઓ રૂબરૂ ખાતરી કરીને દંપતીને પર્સ પરત કર્યુ હતુ.  

 

કર્મયોગી શ્રી પ્રિયાંક પટેલ, હરેન્દ્ર તડવી અને વિરેન્દ્ર તડવીની કામગીરીથી પ્રવાસી દંપતી પ્રભાવિત થયા હતા અને હ્રદયથી આભાર વ્યકત કર્યો હતો અને કર્મયોગીઓની પ્રામાણિક કામગીરીને SOUADTGAના અધિકારીશ્રીઓએ બિરદાવીને અભિનંદન પાઠવ્યા હતા

(7:22 pm IST)