Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

દિવાળીના તહેવાર અંતર્ગત કેટલા રસ્તા બંધ અને ખુલ્લા રહેશે ? જાણી લો

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જાહેરનામુ પ્રસિધ્ધ કરી અમુક માર્ગો પર વાહનોની અવર-જવર પર પણ પ્રતિબંધ મુકયો અને નો-પાર્કિંગ પણ જાહેર કર્યા

રાજકોટ તા. ૧૩ : દિવાળીના તહેવારો નિમિતે મુખ્ય બજાર વિસ્તારમાં રસ્તાઓ પર ખરીદી કરવા તથા રોશની જોવા માટે જનતાની અવરજવર બહોળા પ્રમાણમાં રહેતી હોય રાજકોટ શહેર પોલીસ કમિશ્નરશ્રી મનોજ અગ્રવાલે એક જાહેરનામું પ્રસિધ્ધ કરી મેટાડોર,કાર,ઓટો રીક્ષા,રેકડી,રેકડા,મોટર સાયકલ,સ્કૂટર વગેરેની અવરજવર નીચે મુજબ સદંતર બંધ રાખવામાં આવી છે. 

જે મુજબ ઢેબર ચોક થી સાંગણવા ચોકથી,જુની ખડપીઠ સુધીનો રોડ લાખાજીરાજ રોડ તરફ ફોર વ્હિલ,થ્રી વીલર તથા ટુ વ્હીલર વાહનો માટે તથા બાપુના બાવલા થી જુની ખડપીઠ સુધી,સાંગણવા ચોક થી ગરેડીયા કુવા રોડ થઈ પરા બજાર સુધી,ધર્મેન્દ્ર રોડ લાખાજીરાજ રોડ થી પરાબજાર સુધીનો રોડ,ઘીં કાટા રોડ ગાંધી ચોક,લાખાજીરાજ રોડ થી કંદોઈ બજાર રોડથી પરાબજાર સુધીનો રોડ,પ્રહલાદ સિનેમાથી દરજી બજારથી પરાબજાર રોડ,પ્રહલાદ સિનેમાથી પ્રેમિલા રોડ જે ધી-કાંટા રોડ થી કંદોઈ બજાર રોડ થઈ પરાબજાર થઈ પરાબજાર સુધીનોરોડ,દેના બેન્ક ચોકથી રૈયા નાકા ટાવર સુધીનો મહાત્મા ગાંધી રોડ,કરણસિંહજી ચોકથી બાપુના બાવલા સુધી તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધ રહેશે.

જયારેમોચી બજાર ચોકથી લુવાણા પરા મેઈન રોડ રૈયા નાકા ટાવર,નવા નાકા થી કોઠારીયા પોલીસ ચોકી તથા પેલેસ રોડ,મોચી બજાર પોસ્ટ ઓફિસથી દેના બેન્ક ચોકથી ઢેબર ચોક થઈ આર.એમ.સી ચોક થી સેન્ટ્રલ પોઇન્ટ કરણસિંહજી ચોકથી ભુપેન્દ્ર રોડ પેલેસ રોડ,દિવાનપરા પોલીસ ચોકીથી જૂની ખડપીઠ થી નવા નાકા ચોક થઇ રૈયા નાકા ટાવર તથા મોચી બજાર થી દાણાપીઠ રોડ તથા ઘી પીઠ સુધીનો રસ્તો તમામ તમામ પ્રકારના વાહનો માટે ખુલ્લા રહેશે.

હાલ નીચે મુજબના વન વે માં દિવાળીના તહેવાર નિમિત્તે ફેરફાર કરવામાં આવ્યો છે. જે અન્વયે લુવાણાપરા વન વે મોચી બજાર તથા નવા નાકા વન વે રોડ પરબંને તરફથી આવન જાવન કરી શકાશે.લાખાજીરાજના બાવલા સામેથી જતો કવિ નાનાલાલ માર્ગ જે કરણસિંહજી હાઇસ્કુલ ચોકથી આવવા માટે ખુલ્લો છે તે ત્યાંથી બંધ કરવો અને બાપુના બાવલા સામેથી જવા માટે છૂટ રહેશે જે કરણસિંહજી ચોકથી કવિ નાનાલાલ માર્ગ તરફ જતા વાહનો સેન્ટલ પોઇન્ટ તરફ કરણસિંહજી રોડ ઉપર થઈને જઈ શકશે. તેમજ જિલ્લા પંચાયત ચોકથી વિવેકાનંદજીના પૂતળા સુધીનો યાજ્ઞિક રોડ સાંજના ૫ કલાકથી રાત્રીના ૧૦ કલાક સુધી ફોર વ્હિલ માટે પાર્કિંગ ઝોન રહેશે અને પાર્કિંગ માટે ડોકટર હોમી દસ્તુર માર્ગ પર એક સાઈડ તથા ધર્મેન્દ્ર કોલેજ કમ્પાઉન્ડ ફોર વ્હિલ વાહનો પાર્ક કરવાના રહેશે. તેમજ જૂની ખડપીઠ દિવાનપરા પોલીસ ચોકી સુધીનો દિવાન પરા મેઈન રોડ 'નો પાર્કિંગ'જાહેર કરવામાં આવે છે.

આ ઉપરાંત તહેવારો દરમ્યાન વાહન પાર્કિંગ વ્યવસ્થા મોચી બજાર પોસ્ટ ઓફિસ થી દેના બેન્ક ચોક સુધી (બેલી શાકમાર્કેટ રોડ),ડોકટર ચંદુલાલ માર્ગ (આલ્ફ્રેડ હાઇસ્કુલ દિવાલ સાઈડ),ઢેબર ચોક ત્રિકોણબાગ પાસે,કરણસિંહજી હાઇસ્કુલ થી સેન્ટર પોઈન્ટ સુધીનો રસ્તો,કરણસિંહજી હાઇસ્કુલ કમ્પાઉન્ડ,લાખાજીરાજ હાઇસ્કુલ કોટક શેરી નં.- ૪માં કરવામાં આવી છે.

આ જાહેરનામું પોલિસના વાહનો,એમ્બ્યુલન્સ તથા ફાયરબ્રગેડના વાહનોને લાગુ પડશે નહીં. આ હુકમની અમલવારી તા. ૧૬/૧૧ સાંજે ૪થી રાત્રીના ૧૨ કલાક સુધી તથા તા. ૧૬/૧૧ રાત્રે ૧૨થી સવારના ૪ કલાક સુધી રહેશે. નિયમનો ભંગ કરનાર વિરૂધ્ધ નિયમ મુજબના પગલા લેવામાં આવશે.

(2:49 pm IST)