Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

કે.કે.વી. અને ઈન્દિરા સર્કલના ટ્રાફિક સીગ્નલ ફરી ચાલુ

નાગરીકોને સહકાર આપવા એસીપી ટ્રાફિક બી.એ. ચાવડાનો અનુરોધ

રાજકોટ, તા. ૧૨ :. શહેર ટ્રાફિક શાખાએ ટ્રાફિકની સમસ્યાને નિવારવા માટે કે.કે.વી. સર્કલ તથા ઈન્દિરા સર્કલ ખાતે નિયત કરેલ સ્ટોપ લાઈન પર ઉભા રહે તેવી વ્યવસ્થા ગોઠવવા માટે કેટલાક સમયથી કામગીરી વિચારણા હેઠળ હતી. જે વ્યવસ્થા પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ તેમજ સંયુકત પોલીસ કમિશ્નર શ્રી ખુરશીદ અહેમદ તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૧ શ્રી પ્રવિણકુમાર મીણાના માર્ગદર્શન હેઠળ આ વ્યવસ્થા ચાલુ કરવામાં આવેલ છે. જે અન્વયે કે.કે.વી. સર્કલ ખાતેથી પીકઅવર્સ દરમ્યાન ક. ૦૯/૩૦ થી ૧૩/૩૦ તથા ક. ૧૬/૩૦ થી ૨૧/૩૦ દરમ્યાન જમણી બાજુ વળવા અંગે સીગ્નલ બંધ રહેશે. બાકીના સમયે ચાલુ રહેશે. જે વ્યવસ્થા સ્વયંસંચાલિત રહેશે. નાગરિકોએ ઝીબ્રાક્રોસીંગ લાઈન પાસે દોરેલ સ્ટોપ લાઈન પહેલા પોતાના વાહનો પોતાની લાઈનમાં ઉભા રાખવા જેથી નાગરીકો આર.એલ.વી.ડી.ના દંડનાત્મક કેસોની કાર્યવાહીથી દૂર રહી શકે તથા તેઓના ઘરે ચલાન મોકલવાની કાર્યવાહી પણ કરવાની રહે નહીં અને શહેરના નાગરીકોને આદર્શ ટ્રાફિક વ્યવસ્થા મળી રહેશે. નાગરીકોના હીતમાં આ કામગીરી ઘણા સાંબા સમયથી માંગણી હેઠળ હોય આ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

ઈન્દિરા સર્કલ ખાતે પણ નાગરિકો માટે સ્વયંસંચાલિત સીગ્નલ દ્વારા ટ્રાફિક વ્યવસ્થા જાળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેથી નાગરિકોને ઝીબ્રોક્રોસીંગ પાસેની સ્ટોપ લાઈન પહેલા ઉભા રહેવા અનુરોધ કરવામાં આવે છે. જેથી તેઓ સ્ટોપ લાઈન ભંગ અને લેન ડ્રાઈવીંગના ભંગના કેસોથી મુકત રહી શકે. જેથી નાગરીકો આ સ્ટોપ લાઈન ઉપર પોતાના વાહનો ઉભા રાખી સીગ્નલમાં દર્શાવ્યા પ્રમાણેની વિગતો વાહનો ચાલુ કરી પોતાને જે દિશામા જવા માટે નક્કી કરવામાં આવેલ છે ત્યાં જવાનું રહેશે. તો નાગરીકોને આ કામગીરીમાં સહકાર આપવા અને શહેરની સુચારૂ ટ્રાફીક વ્યવસ્થા માટે આ વ્યવસ્થાને સહકાર આપવા વિનંતી છે.

શહેર પોલીસ કમિશ્નરની સૂચનાથી રાજકોટ શહેરમાં ૧૫૦ ફુટ રીંગ રોડ તથા અગત્યના બીજા પોઈન્ટો ઉપર પણ હાલે આ કામગીરીની વ્યવસ્થા વધુ વ્યાપક બનાવવાની કાર્યવાહી હાથ ઉપર લેવાયેલી છે. નાગરીકો આ કામગીરીમાં સહકાર આપે અને ટ્રાફીક સીગ્નલને રેઈડ લાઈટ ગ્રીન લાઈન અને યલો લાઈટના સીગ્નલની સૂચના અનુસાર વાહન ઉભુ રાખવું. ચાલુ કરી જવા દેવું અને ધીમુ કરી દેવુ એ વ્યવસ્થા પ્રમાણે અનુસરીને ટ્રાફિક વ્યવસ્થામાં સહકાર આપવા અને શહેરની વ્યવસ્થાને વધારે સુદ્રઢ બનાવવા અનુરોધ કરાયો છે.

રેડ લાઈટ વાયોલેશન અંગેની કામગીરીને શહેરમાં વધુ વ્યાપક રીતે અમલ બનાવવા નાનામવા, ત્રિકોણબાગ, ઢેબર ચોક, જ્યુબેલી ચોક, કોસ્મો ચોકડી મુજબના પોઈન્ટ પર સ્વયંસંચાલિત સીગ્નલ દ્વારા ટ્રાફિક વ્યવસ્થા જાળવવા સારૂ સ્ટોપ લાઈન પર નાગરીકોને હોલ્ટ થવા માટે વ્યવસ્થા ચાલુ કરવામાં આવેલ છે.

(2:47 pm IST)