Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

પ્રવિણકાકાની પુણ્યતિથિએ પ્રેરક સંકલ્પ : સવા કરોડની મિલ્કત સેવાર્થે સંઘની શિક્ષણ સંસ્થાને સમર્પિત

રાજકોટ : બાલ્યકાળથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવક અને શિક્ષણપ્રેમી એવા પ્રવિણકાકા મણીયારની ચોથી પુણ્યતીથી નિમિતે તેમના ધર્મપત્નિ પૂ. રમીલાકાકી, સુપુત્ર અપૂર્વભાઇ મણીયાર, સુપુત્રી ભાવનાબેન તથા અન્ય પરિવારજનોએ અકિંચન નિર્ણય લઇ નાગરિક, સમાજ અને રાષ્ટ્રને નવો રાહ ચિંધ્યો છે. શ્રી પ્રવિણકાકા રતિલાલ મણીયારના પરિવારે પ્રવિણકાકાના જન્મ સ્થાન એવા ૧૪-પંચનાથ પ્લોટ, રાજકોટ ખાતેની ભુમિ પર આવેલ ૧૩૭ વારના 'સુર પ્રભાવ' નિવાસને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સંચાલિત શૈક્ષણિક સંસ્થાને શિક્ષણ પ્રવૃત્તિઓ માટે દાનમાં આપવા નિર્ણય જાહેર કર્યો છે. જેની બજાર કિંમત આશરે સવા કરોડ થવા જાય છે. આમ પ્રવિણકાકાએ આચરણમાં મુકેલ 'મે નહિં, તું ... સ્વ નહિં, સર્વ' ના સંસ્કારોને તેમના પરિવારે પણ ચરિતાર્થ કરી બતાવ્યો છે. આવા પ્રેરક નિર્ણય બદલ સમગ્ર મણિયાર પરિવાર પર ઠેરઠેરથી શુભેચ્છાઓ વર્ષી રહી છે.

(11:16 am IST)