Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

રાજકોટ ડેરી દ્વારા પ્રથમ વખત વિડીયો કોન્ફરન્સ સાધારણ સભા

રાજકોટથી સભાનું વાંકાનેર ગોંડલ, જસદણ, ધોરાજીમાં પ્રસારણ

રાજકોટ, તા. ૧૩ :  જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘની વાર્ષિક સાધારણ સભા તા. ર૩ મીએ સવારે ૧૦ વાગ્યે યોજાનાર છે. દર વર્ષે સામાન્ય સભા એક જ સ્થળે યોજાતી હોય છે પરંતુ આ વખતે  સાધરણ સભા વિડીયો કોન્ફરન્સથી એક સાથે પાંચ સ્થળોએ યોજાશે. નજીકના તાલુકાઓના સભાસદો અને આમંત્રિતો નિયત સ્થળે ઉપસ્થિત રહેશે. ગોરધનભાઇ ધામેલિયા ડેરીના ચેરમેન બન્યા બાદ પ્રથમ વખત સામાન્ય સભા મળનાર છે.

મુખ્ય કાર્યક્રમ રાજકોટના પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ (રૈયા રોડ) પર થશે. તે જ સમયે અન્ય ૪ સ્થળોએ ઓનલાઇન કાર્યવાહી ચાલશે. જેમાં શિત કેન્દ્ર અમરસર ફાટક પાસે, વાંકાનેર પટેલવાડી, જેલ ચોક ગોંડલ, છાયાણીની વાડી, ચિતલિયા કુવા રોડ જસદણ અને લેઉવા પટેલ ભવન, જેતપુર રોડ ધોરાજીનો સમાવેશ થાય છે.

(11:16 am IST)