Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

યુનિવર્સિટી રોડ કિડની હોસ્પિટલ પાસે ડખ્ખો કરે તે પહેલા દિપેશ જેઠવાને પોલીસ ઝડપી લીધો

રાજકોટ,તા. ૧૩: શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલી કીડની હોસ્પિટલ પાસે ડખ્ખો કરવાના ઇરાદે નીકળેલા દરજી શખ્સને યુનિવર્સિટી પોલીસે ધોકા સાથે પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઇ એ.એસ. ચાવડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એ.બી.જાડેજા, હેડ કોન્સ. મહેન્દ્રસિંહ, રાજેશભાઇ, હરપાલસિંહ, યુવરાજસિંહ, જેન્તીગીરી, મુકેશભાઇ, અજયભાઇ, કૃષ્ણદેવસિંહ, બ્રિજરાજસિંહ સહિત પેટ્રોલીંગમાં હતા. ત્યારે કીડની હોસ્પિટલ પાસે ડખ્ખો કરવાના ઇરાદે નીકળેલા દિપેશ અરવિંદભાઇ જેઠવા (ઉવ.૨૧)  (રહે. ગ્રીનલેન્ડ ચોકડી પાસે માલધારી સોસાયટી)ને લાકડાના ધોકા સાથે પકડી લીધો હતો. દિપેશ અગાઉ યુનિવર્સિટી પોલીસ વખત અને પ્રનગર પોલીસ મથકના એક વખત પકડાઇ ચૂકયો છે.

(12:37 pm IST)