Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

દિપાવલીએ પ્રજાજીવનનું ઉત્સવરૂપ, આનંદરૂપ, સમૂહરૂપ પ્રતિકાત્મક અને પ્રેરણાદાયી પર્વ : ડો. ઉપાધ્યાય

શહેરીજનોને દિવાળી -નુતન વર્ષની શુભેચ્છા પાઠવતા પૂર્વ મેયર

રાજકોટ,તા. ૧૩: શહેરજનોને પ્રકાશના પર્વ એવા દિપાવલી અને નુતન વર્ષની શુભેચ્છા પાઠવતા શહેરના પૂર્વ મેયર ડો. જૈમનભાઇ ઉપાધ્યાયે જણાવેલ કે દિપાવલીએ પ્રજાજીવનનું ઉત્સવરૂપ, આનંદરૂપ, સમૂહરૂપ, પ્રતિકાત્મક અને પ્રેરણાદાયી પર્વ છે. દરેક તહેવારની પાછળ કોઇક સંદેશનું મહત્વ સમાયેલુ હોય છે અને દરેક તહેવારના મર્મને સમજવાથી તેની ઉજવણીનો આનંદ સાર્થક અને અનેરો બની જાય છે. તહેવારો અને તેના થકી ચાલતા એકબીજાના વહેવારો જ માણસને જીવંત રાખવાનું અને તેના કુટુંબ, સગા-સબંધી, મિત્રો, સ્નેહીઓને એક તાંતણે બાંધી રાખવાનું અદભુત કાર્ય કરે છે. સરકારશ્રીની ગાઇડલાઇનનું ચૂસ્ત પાલન કરી દીપાવલી તથા નુતન વર્ષના તહેવારો મનાવવી કોરોના સામે જાગૃતિ કેળવવી એટલી જ જરૂરી છે. દિપોત્સવી પર્વ સૌના માટે સુખ, સમૃધ્ધિ અને સ્વચ્છ આરોગ્ય પ્રદાન કરતુ નિવડે અને નવું વર્ષ સર્વ રીતે મંગલમય બની રહે તેવી અભ્યર્થના સાથે સૌને નવલા વર્ષમાં નુતનવર્ષાભિનંદન પાઠવ્યા હતા.
 

(12:39 pm IST)