Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

બેફીકરા ન બનતાં...રણુજાનગરનો અજય વરાણીયા રોડ પર બોમ્બ ફોડતા પકડાયો

ખાનગી કપડામાં પેટ્રોલીંગ કરી રહેલી આજીડેમ પોલીસે કાર્યવાહી કરી

રાજકોટ તા. ૧૩: દિવાળીના તહેવારમાં કયારે અને કેવા ફટાકડા ફોડવા, કેટલો સમય ફટાકડા ફોડવા એ સહિતના નિયમો સાથેનું જાહેરનામુ પોલીસ કમિશનરે બહાર પાડી દીધું છે. શહેરની તમામ પોલીસ આ જાહેરનામાનો કડક અમલ કરાવવા મહેનત કરી રહી છે. જાહેરમાં રોડ પર ફટકાડા ફોડવાની મનાઇ હોવા છતાં કોઠારીયા રણુજાનગર-૮માં રહેતો અજય શામજીભાઇ વરાણીયા (ઉ.વ.૨૧) કોઠારીયા ચોકડીના નાલા પાસે જાહેર રોડ પર ફટાકડા (બોમ્બ) ફોડતો હોઇ પોલીસે પકડી લીધો હતો.

એસીપી એચ. એલ. રાઠોડની સુચના અને પીઆઇ વી. જે. ચાવડાની રાહબરીમાં પીએસઆઇ એમ. એમ. ઝાલા, હેડકોન્સ. ઇન્દ્રસિંહ જાડેજા, કોૈશેન્દ્રસિંહ જાડેજા, કોન્સ. કુલદીપસિંહ જાડેજા, શૈલેષભાઇ નેચડા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, ઉમેદભાઇ ગઢવી અને ભીખુભાઇ મૈયડ ખાનગી ડ્રેસમાં પેટ્રોલીંગમાં  હતાં ત્યારે અજય રોડ પર ફટાકડા બોમ્બ ફોડતો મળી આવતાં કાર્યવાહી કરવામાં આવી હતી.

(12:39 pm IST)