Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

પરસાણાનગરમાં બાબુભાઇ ઝાલા પડી ગયા બાદ બેભાનઃ મોત

રાજકોટ તા. ૧૩: જામનગર રોડ પર પરસાણાનગર-૫/૧ના ખુણે રહેતાં અને સિવિલ હોસ્પિટલમાં બાયોમેડિકલ વેસ્ટ વિભાગમાં કોન્ટ્રાકટ બેઝથી કામ કરતાં બાબુભાઇ ચમનભાઇ ઝાલા (વાલ્મિકી) (ઉ.વ.૫૦) રાતે ઘરે પડી જતાં બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

મૃત્યુ પામનારને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. હોસ્પિટલ ચોકીના આર. એલ. સાંબડે જાણ કરતાં પ્ર.નગર પોલીસે એડી નોંધી કાર્યવાહી કરી હતી.

રાધાકૃષ્ણનગરમાં બાબુભાઇનું બેભાન હાલતમાં મોત

જંગલેશ્વર મેઇન રોડ પર રાધાકૃષ્ણનગર-૭માં રહેતાં બાબુભાઇ વાલજીભાઇ થારેસા (ઉ.વ.૫૮) બિમારીથી બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં સ્વજનોમાં શોક છવાઇ ગયો હતો. ભકિતનગર પોલીસ મથકના હેડકોન્સ. ધર્મેન્દ્રસિંહ પરમારે જરૂરી કાર્યવાહી કરી હતી. બનાવથી પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.

(12:40 pm IST)