Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

સદ્દગુરૂ આશ્રમે દિપાવલી પર્વ- જન્મજયંતિ મહોત્સવ ઉજવાશે

શ્રી સદ્દગુરૂ સદન ટ્રસ્ટ- રાજકોટ દ્વારા દિવાળીથી લાભપાંચમ સુધી ધાર્મિક કાર્યક્રમો : આરતી- દર્શન-ચોપડા પૂજન- અન્નકૂટ દર્શન સહિતના કાર્યક્રમોઃ બુધવારે સદ્દગુરૂદેવ ભગવાનની જન્મજયંતિઃ ધર્મપ્રેમીજનોએ સોશ્યલ ડીસ્ટન્સ- માસ્ક ફરજીયાત પહેવાનું રહેશેઃ કાર્યક્રમો ફેસબુક ઉપર લાઈવ નિહાળી શકાશે

રાજકોટઃ દર વર્ષની જેમ શ્રી સદ્દગુરૂ સદન ટ્રસ્ટ (પરમ પૂજય શ્રી સદ્દગુરૂદેવ ભગવાનશ્રી આશ્રમ) શ્રી સદ્દગુરૂ આશ્રમ રોડ, રાજકોટ દ્વારા તા.૧૪ શનિવારથી તા.૧૯ને ગુરૂવાર (શુભ દિપાવલી થી લાભ પાંચમ) સુધી પ.પૂ.શ્રી સદ્દગુરૂદેવ ભગવાનશ્રી જન્મજયંતિ મહોત્સવ સોશ્યલ ડિસ્ટન્સ નિયમોનાં પાલન સાથે ઉજવવામાં આવનાર છે.

આવતીકાલે તા.૧૪ના દિપાવલીના દિવસે પ્રાતઃ મંગળા આરતીનો સમય સવારે ૫:૩૦ કલાકે, શ્રી નીજ મંંદિર ખુલ્લુ રાખવાનો સમય સવારે ૫:૩૦ થી બપોરે ૧૨:૩૦ સુધી તથા બપોરે ૨ થી રાત્રિના ૧૧ સુધી, સાયંકાલીન આરતી સાંજના ૭ કલાકે, શ્રી ચોપડા પુજનનો સમય બપોરે ૨:૨૫ થી ૩:૧૫ મિનિટ સુધી, શ્રી ગુરૂના હોરામા, લાભ ચોઘડીયામાં સૌ વેપારી ભાઈ- બહેનોએ ઘરે કરેલ ચોપડા પુજનનાં ચોપડાઓ પ.પૂ.શ્રી સદ્દગુરૂદેવ ભગવાનશ્રી રણછોડદાસજીબાપુશ્રીને ધરાવવાનો સમય સાંજે ૬:૩૦ થી રાત્રીના ૧૧ સુધી ધરાવી શકાશે.

તા.૧૬ સોમવાર કારતક સુદ-૧ નુતનવર્ષના દિવસે પ્રાતઃ મંગળા આરતીનો સમય સવારે ૫:૩૦ કલાકે તા.૧૬, સાયંકાલીન આરતી સાંજે ૭ કલાકે, શ્રી નીજ મંદિર ખુલ્લુ રાખવાનો સમય સવારે ૫:૩૦ થી બપોરે ૧:૩૦ કલાક સુધી તથા બપોરે ૪થી રાત્રિના ૧૧ સુધી

શ્રી રામજીમંદિર- પોપટપરામાં શ્રી અન્નકુટ દર્શન

શ્રી અન્નકુટ પ્રથમ આરતી બપોરે ૧ કલાકે, શ્રી અન્નકુટ તથા સાયંકાલીન આરતીનો સમય, રાત્રિના ૮ કલાકે, શ્રી અન્નકુટની ભેળરૂપી પ્રસાદીના વિતરણનો સમય, રાત્રીના ૮:૩૦ થી ૯:૩૦ કલાક સુધી. સ્થળઃ શ્રી રામજી મંદિર, ૫/૧૨, પોપટપરા, રાજકોટ.

તા.૧૮ બુધવાર કારતક સુદ-૪ પ.પૂ.શ્રી સદ્દગુરૂદેવ ભગવાનશ્રી જન્મજયંતિ મહોત્સવના સવારે ૫:૩૦, ગુરૂવાર પ્રાતઃ મંગળા આરતી, સવારે ૮:૩૦ થી ૧૦:૩૦ સુધી પ.પૂ. શ્રી સદ્દગુરૂદેવ ભગવાનશ્રીના ષોડષોપચાર- પુજનની સાથે શ્રી રામરક્ષા સ્ત્રોત, અભિષેક, પ્રાર્થના, સ્વાધ્યાય અંતર્ગ શ્રી રામસ્વતરાજ પાઠ- શ્લોકો, સમુહ પાઠ એક- એક શ્લોક પુષ્પાંજલી સાથે પ.પૂ.શ્રી સદ્દગુરૂદેવ ભગવાનશ્રીને અપર્ણ કરવામાં આવશે. શ્રી લઘુરામ યજ્ઞ- સવારે ૮:૩૦ થી ૧૨:૩૦, પ.પૂ.શ્રી સદ્દગુરૂદેવ ભગવાનશ્રી પાટોત્સવ નિમિતે શ્રી લઘુરામ યજ્ઞ શ્રી સાધુ સંતભગવાનનો મહાભંડારો- સવારે ૧૧:૩૦ કલાકે, સવારે ૧૧ થી બપોરે ૧:૩૦ પ.પૂ.શ્રી સદ્દગુરૂદેવ ભગવાનશ્રીના ચરણ પાદુકાજીના દર્શન બપોરે ૪ થી રાત્રીના ૧૧ સુધી, સવારે ૫:૩૦ થી બપોરે ૧:૩૦, પ.પૂ.શ્રી સદ્દગુરૂદેવ ભગવાનશ્રીના નીજ મંદિર દર્શનની ઝાંખી, બપોરે ૪ થી રાત્રિના ૧૧, પ.પૂ.શ્રી સદ્દગુરૂદેવ ભગવાનશ્રીના નીજ મંદિર દર્શનની ઝાંખી, સાંજે ૭ કલાકે સાયંકાલીન આરતી.

શ્રી રામચરિતમાનસ અખંડ પાઠ, શ્રી ગુરૂમઢીમાં, સવારે પ્રાત- ૪ વાગ્યે

દરેક ધર્મપ્રેમી ભાઈ- બહેનોને, શ્રી સદ્દગુરૂ મહાપ્રસાદ પેકેટ સ્વરૂપે દરેક દર્શનાર્થીઓને મંદિરમાં જ દર્શન કરીને નિકળતા સમયે આપવામાં આવશે. વર્તમાન કોરોના પરિસ્થિતિ અનુલક્ષીને શ્રી સદ્દગુરૂ મહાપ્રાસદ પેકેટ સ્વરૂપે આપવામાં આવશે.

પરમ પૂજયશ્રી સદ્દગુરૂદેવ ભગવાનશ્રીની શ્રી સદ્દગુરૂ રક્ષાદોરી કે જે વર્ષમાં એક જ વખત આપવામાં આવે છે. જે સવારના ૬:૩૦થી બપોરના ૧:૩૦, બપોરેના ૪થી રાત્રિના ૧૧ સુધી અપાશે.

તા.૧૯ ગુરૂવાર, કારતક સુદ- ૫ (લાભ પાંચમ), પ.પૂ.શ્રી સદ્દગુરૂદેવ ભગવાનશ્રીને અન્નકુટ ધરાવવામાં આવશે. શ્રી અન્નકુટની પ્રથમ આરતી બપોરે ૧ કલાકે, શ્રી અન્નકુટ દર્શનનો સમય બપોરે ૧:૩૦ થી ૮ સુધી, શ્રી અન્નકુટની આરતી તથા સાયંકાલીન આરતી રાત્રિના ૮ કલાકે,  શ્રી અન્નકુટની ભેળરૂપી પ્રસાદીના વિતરણો સમય રાત્રિનાં ૮:૩૦ થી ૧૦ સુધી રહેશે.

ઉપરોકત ધાર્મિક કાર્યક્રમ તથા પ.પૂ.શ્રી સદ્દગુરૂદેવ ભગવાનશ્રી રણછોડદાસજીબાપુશ્રી ઝાંખી (દર્શન) કરવા આવતા સર્વે ધર્મપ્રેમીભાઈ- બહેનોને જણાવવાનું કે વર્તમાન પરિસ્થિતિ અનુલક્ષીને કોરોના મહામારીને કારણે સાવચેતી રહે તે હેતુથી ફરજીયાત  માસ્ક પહેરીને આવવું, હાથોને સેનેટાઈઝર કરવા તથા દર્શનમાં ફરજીયાત સોશ્યિલ ડિસ્ટન્સનું પાલન  કરવાનું રહેશે.

તા.૧૮ બુધવાર, કારતક સુદ-૪, પ.પૂ.શ્રી સદ્દગુરૂદેવ ભગવાનશ્રી જન્મજયંતિ મહોત્સવ તથા કારતક સુદ- ૫ (લાભ પાંચમ), પ.પૂ.શ્રી સદ્દગુરૂદેવ ભગવાનશ્રી અન્નકુટનું લાઈવ પ્રસારણ ડેન નેટવર્કની ભકિતરસ ચેનલ નં.૮૮૭ ઉપર શકાશે તથા ફેસબુક પેઈઝ www.facebool.com/maragurudev ઉપર ઘેર બેઠા જ લાઈવ નિહાળી શકાશે.

(2:46 pm IST)