Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

ફટાકડા ફોડતી વખતે સેનેટાઇઝરનો ઉપયોગ ન કરવો, માસ્ક પહેરવું

ફટાકડાના કારણે આંખની ઇજા અને કાળજી વિશેની માહિતી આપતા ડો. પિયુષ ઉનડકટ

દિવાળી એટલે હર્ષોલ્લાસ અને પ્રકાશનો પર્વ અને આ પર્વ ફટાકડા ના ફોડયે એવું તો બને જ નહિ. અને દિવાળીએ આપણો તહેવાર છે તો શું કરવા એને જોશથી ન ઉજવીયે? દિવાળીના પર્વમાં ફટાકડાના લીધે થતી આંખની ઇજાથી દર વર્ષે ઘણા લોકોને દ્રષ્ટિખામી થઇ જાય છે. આ ઇજા ઘણી વખત કાયમી રહી જાય છે. આ બધી ઇજાથી બચવા માટે કેટલીક મૂળભૂત વાતો નું ધ્યાન રાખવાનું રહે છે.

જેમ કે, (૧) ફટાકડા ફોડતી વખતે પારદર્શી ચશ્મા (સાઇડમાંથી કવર થતા હોય) તે જરૂર પહેરવા જોઇએ (ર) બાળકો ફટાકડા ફોડતા હોય ત્યારે કોઇ પુખ્ત વયના માણસની દેખરેખ હેઠળ જ ફોડવા જોઇએ (૩) હાથમાં ફટાકડા ફોડવા અથવા તો એનો ઘા કરીને ફોડવાનું સખ્તપણે ટાળવું જોઇએ (૪) અડધા ફુટેલા/ વાટ સળગાવી છતાં ઓલવાય ગયેલા ફટાકડાને ફરી ફોડવાનો પ્રયત્ન ના કરવો જોઇએ (પ) ફટાકડા ફોડતી મખમલી કપડાં ના પહેરવા જોઇએછે.કોટનના કપડાં હિતાવહ છે. (૬) આંખના નંબર હોય એવા લોકોએ કોન્ટેકટ લેન્સ પહેરવા ના જોઇએ ચશ્મા પહેરવાનો આગ્રહ રાખવો જરૂરી છે. આ બધી મૂળભૂત વાતો સિવાય, અત્યારે જયારે કોરોના નો કહેર આખા વિશ્વ પર છે, ત્યારે આપણે તહેવારમાં પણ આપણી પૂરતી સાવચેતી રાખવી જોઇએ, જેથી કરીને કોરોનાનું સંક્રમણ ફેલાય નહિ. તે માટે આ બધી વાતોનેધ્યાનમાં રાખવી અગત્યની છે.

(૧) ફટાકડા ફોડતી વખતે માસ્ક અચૂક પહેરવું (ર) સેનિટાઇઝરમાં રહેલા કેમિકલ્સ જવલનશીલ હોવાથી ફટાકડા ફોડતી વખતે સેનિટાઇઝરનો ઉપયોગ ના કરવો (૩) વધારે ધુમાડો કરતા ફટાકડા સાધારણ રીતે ટાળવા જોઇએ, પરંતુ કોરોનાકાળમાં તો અવશ્ય એમનો ઉપયોગ ના કરવો જોઇએ જેથી કરીને વાતાવરણમાં પ્રદુષણ ઓછુ ફેલાય.

આ બધી સાવચેતી રાખ્યા છતાં પણ ફટાકડાના લીધે આંખમાં ઇજા થઇ છે તો શ્રદ્ધા આંખના હોસ્પીટલ અને લેસર સેન્ટરના આંખના સર્જન ડો. પિયુષ ઉનડકટ જણાવે છે કે નીચે પ્રમાણેની કાળજીઓ રાખવી.

(૧) નળના ચોખ્ખા પાણીથી આંખ સાફ કરવી . (ર) આંખ ઉપર જરાય પણ જોર આપ્યા વગર એને સાફ કરવવી.(૩) દુખાવો બહુ થતો હોય, દ્રષ્ટિમાં ખામી જણાતી હોય અથવા ઇજા ગંભીર હોય એવું તો નજીક ના આંખના ડોકટરનો સંપર્ક તુરંત કરવો. (૪) પોપટા અથવા અન્ય સ્વ.દવાના ઉપચારો ટાળવા.

સલામતી અને જવાબદારી સાથે ઉજવણીએ દરેકના હિતમાં છે.

ડો. પિયુષ ઉનડકટ

આંખના ફેકો લેસીક સર્જન,

શ્રદ્ધા આંખની હોસ્પિટલ અને

લેસર સેન્ટર, રાજકોટ.

મો.૯૬૯૮૪ ૯૧૦૦૦

(2:51 pm IST)