Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

'બેટી બચાઓ, બેટી પઢાઓ'નો ૧૮૧ અભયમ દ્વારા મેસેજ આપતી રંગોળી

રાજકોટ : દિવાળીના તહેવાર નિમિતે 'બેટી બચાઓ, બેટી પઢાઓ'નો ૧૮૧ અભયમની ટીમ દ્વારા મેસેજ આપતી રંગોળી બનાવવામાં આવી હતી. જેમાં ભકિતનગર પોલીસ સ્ટેશનમાં અભયમની ટીમ દ્વારા 'બેટી હે તો ફલ હે', સીર્ફ નઝર નહી, નઝરીયા બદલના હોગા,' લખેલી રંગોળી બનાવીને દીકરીઓને ભણાવીને ભવિષ્ય ઉજ્જવળ બને તે હેતુથી લોકોને જાગૃત કરાયા છે. જયારે મહિલા પોલીસ સ્ટેશનમાં અભયમની ટીમ દ્વારા હાલમાં કોરોના મહામારી અંતર્ગત 'ઘર મે રહો સુરક્ષીત રહોનો મેસેજ' આપતી રંગોળી બનાવી હતી.

(2:52 pm IST)