Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

શહેરીજનોને દિવાળી અને નુતનવર્ષની શુભેચ્છા : ભંડેરી-ભારદ્વાજ-મિરાણી

રાજકોટ તા. ૧૩ : પ્રકાશના પર્વ દિવાળી અને નુતન વર્ષની તમામ શહેરીજનોને ગુજરાત મ્યુ. ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી અને પ્રદેશ ભાજપ અગ્રણી નીતિન ભારદ્વાજ તથા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ શુભેચ્છા પાઠવી છે.

શુભ દિપાવલીએ પ્રજાજીવનનું ઉત્સવરૂપ આનંદરૂપ સમુહરૂપ પ્રતિકાત્મક પ્રેરણાદાયી પર્વ છે. કોઇપણ તહેવારનો મર્મ સમજવા પ્રયાસ કરીએ તો ઉજવણીનો આનંદ સાર્થક નિવડે છે. પુજા ઉપાસનાના આ અવસરે સૌ કોઇ પ્રસન્ન રહે તેવી શુભેચ્છા શ્રી ભંડેરી અને શ્રી ભારદ્વાજે પાઠવી છે. તેમજ પાંચ મહાપર્વનું આ અવસર સૌ માટે મંગલમય બની રહે તેવી શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડે પણ શુભેચ્છા પાઠવી છે.

(2:53 pm IST)