Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

એકી સાથે ૮૪ કારખાનાઓ ઉપર તૂટી પડતુ કલેકટર તંત્રઃ આરએમસી-જીપીસીબીની ટીમો સાથેઃ ૪૦ને ફટકારાતી નોટીસ

કેમીકલ-કલરના કારખાનાઓ ઝપટેઃ ઢેબર રોડ, કુવાડવા, નવાગામ, મેટોડા, આજી, શાપર વેરાવળ, પાટણ, ભૂણાવામાં તપાસ

રાજકોટ, તા. ૧૩ :. ફાયર એનઓસી અંગે સરકારની સૂચના અને જીલ્લા કલેકટરે બનાવેલી કમીટી બાદ માત્ર ૩૬ કલાકમાં કલેકટર તંત્રે એકી સાથે ૮૪ જેટલા કારખાનામાં ધોંસ બોલાવી ચેકીંગ કરતા ૪૦થી વધુ કારખાનામાં ગેરરીતિ જણાતા કોર્પોરેશન, જીપીસીબી પ્રાંત દ્વારા આ તમામને નોટીસો ફટકારાવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.

એડી. કલેકટર શ્રી પરિમલ પંડયાના માર્ગદર્શન હેઠળ ગઈકાલે અને આજે રાજકોટના ઢેબર રોડ, કુવાડવા, નવાગામ, મેટોડા, આજી ઈન્ડસ્ટ્રીયલ વિસ્તાર, શાપર-વેરાવળ, જેતપુર, પડવલા, ભૂણાવામાં કુલ ૮૪ કારખાનામાં તપાસ હાથ ધરાઈ હતી. તેમા કલર અને કેમીકલના કારખાના, ગોડાઉનો, સ્ટોરેજમાં ગેરરીતિ જણાઈ હતી. અમુક કારખાનેદારો પાસે ફાયર એનઓસી જ ન હતુ, આ તમામ ૪૦ કારખાનેદારોને નોટીસો ફટકારાઈ છે.

આ તમામ સામે કોર્પોરેશન, જીપીસીબી તથા જે તે પ્રાંત તપાસ કરી રહ્યા છે. નોટીસમાં કારખાનેદારોના ખુલાસા બાદ દંડ અને સીલની કાર્યવાહી થશે.

દરમિયાન આજે બપોરથી પણ વધુ ૧પ થી ર૦ કારખાનાઓમાં ચેકીંગ ચાલુ હોવાનું અધિકારી સૂત્રોએ ઉમર્યું હતું.

જીલ્લા સ્કીલ કમિટી

ગઇકાલે કલેકટરના અધ્યક્ષપદે જીલ્લા સ્કીલ કમિટીની મીટીંગ મળી હતી, જેમાં તાલુકા વાઇઝ ઉદ્યોગોનું લીસ્ટ બનાવી સ્કુલ ડ્રોપ આઉટ જે વિદ્યાર્થીઓ છે તેના રેશીયા મુજબ અને રેશીયો નક્કી કરી આઇટીઆઇમાં તાલીમ આપવા અંગે નિર્ણય લેવાયો હતો.

કલેકટરશ્રી રેમ્યા મોહન કે જેઓ ડિસ્ટ્રીકટ સ્કિલ કમિટી રાજકોટના અધ્યક્ષ છે તેમની અધ્યક્ષતામાં ડિસ્ટ્રીકટ સ્કિલ કમિટીની મિટિંગ મળેલ હતી. ડિસ્ટ્રીકટ સ્કિલ ડેવલપમેન્ટ ઓફીસર શ્રી નિપુણ રાવલ અને મહાત્મા ગાંધી નેશનલ ફેલો શ્રી હિરલચન્દ્ર મારૂ દ્વારા ડિસ્ટ્રીકટ સ્કિલ ડેવલપમેન્ટ પ્લાન રજૂ કરવામાં આવેલ હતો. જેમાં રાજકોટ જિલ્લામાં આવેલા તમામ બ્લોક સ્કિલ ડેવલપમેન્ટ ઓફીસરશ્રીઓ દ્વારા તૈયાર કરેલો તાલુકા પ્રમાણે સ્કિલ ગેપ એનાલિસિસ, રાજકોટ જિલ્લ્ના વિવિધ industrial clusters ને હાલમાં અને નજીકના ભવિષ્યમાં કયા પ્રકારની સ્કિલની કેટલા પ્રમાણમાં જરૂર પડશે તથા તાલુકા wise Strenght  અને threat રજુ કરવામાં આવ્યો હતો. કલેકટરશ્રી દ્વારા migrant શ્રમિકો માટે પણ skill plan, દરેક ડીપાર્ટમેન્ટ wise ચાલતી ટ્રેનિંગ schemes ને એક જ છત્ર નીચે લાવી, સ્કિલ કમિટીના agenda ને sankal મિટીંગમાં આવરી લેવાનું સુચન કરવામાં આવ્યું.

(2:56 pm IST)