Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

આજે ધનતેરસના ભગવાન ધન્વંતરી અને લક્ષ્મીપૂજન

દિવાળી પર્વની ઉજવણીનો જામતો માહોલ : કોરોના મહામારી વચ્ચે પણ મહાપર્વ ઉજવવા થનગનાટ

રાજકોટ,તા. ૧૩: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે દિપાવલી પર્વ અંતર્ગત ધનતેરસની ઉજવણી  કરવામાં આવી રહી છે. આજે ભગવાન ધન્વંતરી અને લક્ષ્મીપૂજનનું પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું. દિવાળી પર્વની ઉજવણીનો માહોલ જામતો જાય છે.અને કોરોના મહામારી વચ્ચે પણ મહાપર્વ ઉજવવામાં લોકોમાં થનગનાટ છે.

દેવી લક્ષ્મી ધનતરેસના અધિષ્ઠાત્રી છે. તેથી આ દિવસે લક્ષ્મીનું અર્ચન -પૂજન કરાય છે. સંધ્યાટાણે કે યોગ્ય મુહૂર્તે દીપ પ્રગટાવી, ધનના પ્રતિકરૂપ સોના -ચાંદીના સિક્કા, ગૌધન, પશુધન શ્રીયંત્ર વગેરેનું પૂજન કરાય છે. ધન ધોવાય છે. ધન ધોવાનું તાત્પર્ય એ છે કે લક્ષ્મીનો સદુપયોગ કરી, સાચા માર્ગે સાત્વિક ધન કમાવાનો સંકલ્પ કરવો માલધારીઓ પોતાના ગાય ઘેટાના 'ધણ'ને શણગારીને ઉજળી સંપતિનો આદર્શ પ્રસ્તુત કરે છે. આ દિવસે લક્ષ્મીની સાથે દેવી સરસ્વતીનું પણ પૂજન થાય છે. વેપારીઓ ચોપડામાં સાથિયો દોરી શ્રીાા' શુભ લખાણ કરી તેનું પૂજન કરે છે. 'ધનતેરસ ને યમતેરસ' પણ કહે છે. આ પર્વે અકાળ મૃત્યુ નિવારવા સંધ્યાટાણે યમરાજા આગળ તેલના દીવા પ્રગટાવાય છે. લક્ષ્મીપૂજન અને વૈદિક 'શ્રીસૂકત'નો પાઠ કરાય છે. લક્ષ્મીનો ગાયત્રીમંત્ર ઉચ્ચારાય છે : ઓમ્ મહાલક્ષ્મીં ચ વિહ્મહે વિષ્ણુપત્નીં ચ ધીમહિ ા તન્નો લક્ષ્મીઃ પ્રચોદયાત્ ાા આ દિવસે ભગવાન ધન્વંતરિનું પ્રાગટ્ય થયું તેથી ધનતેરસ ધન્વંતરી જયંતિ તરીકે પણ ઉજવાય છે.

(3:28 pm IST)