Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

વાળંદ સમાજ દ્વારા કમલેશ મીરાણીનું અભિવાદન

રાજકોટઃ ક્ષૌરકર્મ ધંધાદારી સમિતિ- વાળંદ સમાજ દ્વારા પુનઃ વરણી પામેલ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીનું પુષ્પ ગુચ્છ અને મેમોન્ટો દ્વારા ભાજપા કાર્યાલય ખાતે અભિવાદન- સ્વાગત કરવામાં આવેલ હતું. આ તકે વાળંદ સમાજનાં વાળંદ સમાજ પ્રમુખ અરવિંદભાઈ સોલંકી, રાજ ધામેલીયા (આર.એમ.સી.), અશોકભાઈ જાદવ (કુમકુમ ગ્રુપ), પ્રકાશ પરમાર, રાજુભાઈ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

(3:30 pm IST)