Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

ICSI દ્વારા RKU સાથે MOU

રાજકોટ ચેપ્ટર ઓફ આઈસીએસઆઈ (ICSI) દ્વારા આર.કે. યુનિવર્સિટી (આર.કે.યુ.) સાથે 'આઈ.સી.એસ.આઈ. એકેડેમિક કનેકટ'ની આગેવાની હેઠળ 'એમ.ઓ.યુ.(MOU) હસ્તાક્ષર સમારોહ' યોજવામાં આવ્યો હતો. જેમા બન્ને પક્ષોના અધિકારીઓએ એકેડેમિક સહયોગની યોજના દર્શાવતા એમઓયુ પર હસ્તાક્ષર સાધ્યા હતા. જેથી હવે સી.એસ. ડિગ્રી ધારકોને પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી હોલ્ડર્સની સમકક્ષ માનવામાં આવશે જે યુનિવર્સિટીમાંથી પીએચ.ડી. ડાયરેકટ કરી શકશે. ફેકલ્ટી સભ્યો, સંશોધન વિદ્વાનો અને વિદ્યાર્થીઓ માટે તાલીમ કાર્યક્રમો થઈ શકશે. ડેનિશભાઈ પટેલ, કાર્યકારી ઉપપ્રમુખ, મોહિતભાઈ પટેલ, ઉપપ્રમુખ, શિવલાલ રામાણી, રજિસ્ટ્રાર, ડો. આરતી જોશી, ડીન - મેનેજમેન્ટ ફેકલ્ટી, ડો. ચિંતન રાજાણી, નાયબ નિયામક અને ડો. હેમાલી તન્ના, એસોસીએટ પ્રોફેસર, સ્કૂલ ઓફ મેનેજમેન્ટ આરકેયુને એમના સક્રિય સંકલન અને સમર્થન બદલ રાજકોટ ચેપ્ટરના ચેરમેન, સી.એસ. નિખિલ ગજ્જર, સી.એસ. વૈભવ કક્કડ, વાઈસ ચેરમેન અને સી.એસ. હાર્દિક બોરડ, સેક્રેટરીએ આભાર વ્યકત કરેલ.

(3:30 pm IST)