Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

પરપ્રાંતીય પરિવારની સગીર પુત્રી ઉપર બળાત્કાર ગુજારનાર આરોપીના જામીન ફગાવાયા

અખ્તરખાન નામના ઢગાએ પ્રેમજાળમાં ફસાવી વારંવાર દુકર્મ આચર્યુ હતું

રાજકોટ તા. ૧૩ : શહેરમાં પેટીયુ રળવા આવેલા પરપ્રાંતિય પરિવારની સગીર પુત્રીને પ્રેમજાળમાં ફસાવી વારંવાર દુષ્કર્મ આચરી સગીરાને ગર્ભવતી બનાવવાના ગુનામાં જેલ હવાલે રહેલા આરોપીની ચાર્જશીટ બાદની રેગ્યુલર જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે.

આ કેસની વિગત મુજબ શહેરમાં ભગવતીપરા વિસ્તારમાં આવેલી ગાંધી સ્મૃતી સોસાયટીમાં રહેતા પરપ્રાંતિય પરિવારની ૧૭ વર્ષની પુત્રીને કાલાવડ રોડ ઉપર રહેતા ઉત્તરપ્રદેશના વતની મોહમદ અખ્તર મોહમદ સદદીખાન નમાના ૪૦ વર્ષના ઢગાએ પ્રેમ જાળમાં ફસાવી તેણીનું અપહરણ કરી અલગ-અલગ જગ્યાએ લઇ જઇ દુષ્કર્મ આચર્યું હતું. સગીરાને ઢગા મારફતે ગર્ભ રહી ગયો હતો આરોપી વિરૂદ્ધ ભોગ બનનાર સગીરાના પિતાએ ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો. જેલ હવોલ રહેલા આરોપીએ ચાર્જશીટ બાદ રેગ્યુલર જામીન અરજી કરી હતી. જે અરજી ચાલવા ઉપર આવતા ડિસ્ટ્રીક એન્ડ સેશન્સ જજ આર.એલ.ઠકકરે બંને પક્ષોની દલીલોને ધ્યાને લઇ આરોપીની જામીન અરજી નામંજુર કરતો હકુમ કર્યો છે.

આ કેસમાં સરકાર તરફે પી.પી.સમીર ખીરાએ ધારદાર રજુઆત કરી હતી.

(3:31 pm IST)