Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

આંતર મનને મજબુત રાખી કોરોનાને હરાવતા ૮ર વર્ષીય મંજુલાબેન પંડીત

આત્મબળ સૌથી અસરકારક પ્રસ્થાપીત કર્યુ : સિનર્જી હોસ્પીટલના ડો. જયેશ ડોબરીયા અને તેમની ટીમની સારવાર પણ અસરકારક

રાજકોટ, તા., ૧૩:  હું કોઇ દિવસ હોસ્પીટલમાં દાખલ થઇ હોય તેવું યાદ નથી. ૮ર વર્ષ કોરોના આવ્યો ત્યારે એક ડાયાબીટીસના દર્દી તરીકે કોરોનાને હરાવવો  કેટલો કપરો છે? તે અંગે અનેક લોકો માહીતગાર છે. પરંતુ આંતરમન મજબુત હશે તો કોરોનાને હરાવી શકાશે તેમ કોરોનાને મ્હાત કરનારા ૮ર વર્ષના 'બા' મંજુલાબેન પંડીતે જણાવ્યું છે.રાજકોટના એડવોકેટ શૈલેષભાઇના માતા મંજુલાબેન અમરેલી છોડી અઢી દાયકા પુર્વે રાજકોટ આવ્યા હતા. દરરોજ વહેલા ઉઠવું, પુજા-પાઠ કરવા ધ્યાનમાં બેસવું-આંતરમનની શુધ્ધી માટે સતત મથ્યા રહેવાની દૈનિક પ્રવૃતિને કારણે તેઓના આત્મબળની ગંગા એવી રીતે થઇ ગઇ. પરંતુ કોરોનાના સમયકાલીન આત્મબળ જ સૌથી વધુ અસરકારક બને છે તે પ્રસ્થાપીત કરી દીધું. રાજકોટના પંચાયતનગર નજીક સ્નેહસાગર એપાર્ટમેન્ટમાં રહેતા મંજુલાબેન પંડીત ડાયાબીટીસના દર્દી હોવાને કારણે તેઓ દવાનું મહત્વ બરાબર સમજતા હતા. દૈનીક અને દવા લેવાથી સ્વસ્થ રહી શકાય છે. કોરોના સામે અનેક સાવચેતી કાળજી લીધા બાદ ઓકટોબર માસના અંતિમ દિવસે કોરોના પોઝીટીવ આવ્યો. સીટી સ્કેનમાં રીપોર્ટમાં ૪પ ટકા ઇન્ફેકશન ફેફસામાં પહોંચ્યાનું જણાવ્યું હતું. રોગથી ગભરાઇ  એ મંજુલાબેન પંડીતના સ્વભાવમાં ન હોતું.  આત્મબળ રોગનો મજબુત મુકાબલો કરવા સતત પ્રેરતું હતું. દવા અને ડોકટરોનું સતત માર્ગદર્શન  લેવું પહેલા દિવસથી જ રાજકોટ સિનર્જી હોસ્પીટલના ડો. જયેશ ડોબરીયા અને તેમની ટીમ અને માર્ગદર્શને કમાલ કરી.

ડો. જયેશ ડોબરીયાએ ૮ર વર્ષના મંજુલાબેન પંડીતની સહાનુભુતીપુર્વક સારવાર અને ૧૪ દિવસનો કવોરન્ટાઇન સમયગાળો  પણ ઝડપથી પુરો થયો. ડોકટરોની ટીમ દરરોજ બ્લડ, સુગર, ઓકસીઝન,ચકાસીને જરૂરી સારવાર કરતા હતા. આ સમયમાં મંજુલાબેન પંડીત તમામ કાર્યો તેની જાતે જ કરતા હતા. દરરોજ બે-ત્રણ ટાઇમ માળા કરતા હતા. મંજુલાબેન પંડીતની મજબુત મનોબળ આખા પરીવાર માટે બોધરૂપ છે. ૮ર વર્ષીય 'બા' મંજુલાબેન પંડીતે જણાવ્યું છે કે કોરોનાને કોઇ પણ ઉંમરે હરાવી શકાય છે. ઔષધી અને આત્મબળ બે શસ્ત્રોની કોરોનાની લડાઇ જીતવી સહેલી છે.

(3:32 pm IST)