Gujarati News

Gujarati News

News of Saturday, 13th November 2021

મેટોડા જીઆઇડીસીમાં નોકરી કરતો કાલાવડના ખંઢેરા ગામનો અનુ. જાતિનો યુવક ગૂમ

જામનગર તા. ૧૩ :.. કાલાવડ ટાઉન પો. સ્ટે.ના ગુમ રજી. નં. ૧૬-ર૦ર૧, ના કામે જાહેર કરનાર દયાબેન મકવાણા ઉ.વ.ર૪ ધંધો સમાજ-સેવક રહે. મુળ ખંઢેરા તા. કાલાવડ હાલ રે. કાલાવડ હેલીપેડ સોસાયટી  વાળાએ જાહેર કરેલ કે તેઓનો ભાઇ બીપીનભાઇ ભીમજીભાઇ અનુ. જાતી ઉ.વ.ર૭ ધંધો જીઆઇડીસી મેટોડામાં નોકરી વાળો તા. ૬ ના કોઇને કીધા વિના ઘરેથી નીકળી ગયેલ હોઇ મળી આવ્યે કાલાવડ ટાઉન પો. સ્ટે. જાણ કરવા જણાવાયું છે.

(12:03 pm IST)