Gujarati News

Gujarati News

News of Saturday, 13th November 2021

દેશના ન્યાયતંત્રની તવારીખ સુરતની ઘટનામાં મૂળ રાજકોટના બે પોલીસ ઓફિસરની ભૂમિકા કાબિલે દાદ રહી

૪ વર્ષની માસૂમ બાળા પર દુષ્કર્મના આરોપીને ફકત ૨૯ દિવસમાં મળેલ આજીવન સજાની ભીતરની કથા પોલીસ કમિશનર અજયકુમાર તોમરના અનોખા સંકલ્પમાં એસીપી જય કુમાર પંડયા, પીઆઇ જે.પી.જાડેજા સાથે ૧૫૦ પોલીસ સ્ટાફ પ્રતિજ્ઞાબધ બનેલઃ સરકારી વકીલ નયન સુખડીયા અને ગૃહમંત્રી પણ સીપી ટીમની ભાવનાથી અભિભૂત થઇ જાતે મદદ માટે જોડાયા હતાઃ સી. આર.પાટીલ આફ્રિન પોલીસ અને પોલીટીશયન દ્વારા પ્રજાહિત માટે હાથ મિલાવતા ગુજરાતમાં જાણતા અજાણતા એક અનોખો ઇતિહાસ સર્જાયો, જેની નોધ દિલ્હી સુધી લેવામાં આવી છે

રાજકોટ તા.૧૩, પોલીસ અને પોલીટીશયન પ્રજાના હિતમાં હાથ મિલાવે તો દેશભરમાં ઇતિહાસ સર્જક કામગીરી થાય અને તેના દ્રષ્ટાંતો વર્ષો સુધી દેવામાં આવે, આવી જ કંઇક દેશના ન્યાય તંત્રમાં ઇતિહાસ સર્જક કામગીરી સુરત પોલીસ દ્વારા ગૃહમંત્રીની મદદથી કરી એક અનોખી મિસાલ સ્થાપી છે. રાજકોટ અને સૌરાષ્ટ્ર માટે ગૌરવભરી બાબત એ છે કે તેમાં મૂળ રાજકોટના વતની એવા બે પોલીસ અધિકારીઓ દ્વારા પોલીસ કમિશનરની દોરવણી હેઠળ કાર્યવાહી કરતા આ ઇતિહાસમાં હિસ્સે દાર બન્યા છે તો ચાલો આખી કથાથી અવગત કરાવીએ.                          

સુરતના ઔધોગિક કામદારોની વશાહત આવેલ છે. તેવા સચિન જી. આઈ. ડી. સી. વિસ્તારમાં ફકત,૪ વર્ષની માસૂમ બાળા પર ૩૯ વર્ષના હવશખોર દ્વારા શિકાર બનાવવામાં આવી, પોલીસ કમિશનર અજય કુમાર તોમર દ્વારા એક વણ લખ્યો નિયમ છે કે પોલીસના અનુભવી સ્ટાફ અધિકારીઓની ફોજ અનુભવી અફસર સાથે કોઈ લાગવગ વગર ગરીબમાં ગરીબ પરિવાર માટે કામે લગાડવા સાથે ટેકનિકલ સરવેલન્સનો પણ પુરતો ઉપયોગ કરવો અને સુપરવિઝન સાથે ફિલ્ડમાં મૂળ રાજકોટના વતની એવા એ. સી.પી. જય કુમાર પંડયા, અને મૂળ રાજકોટ પંથકના  પીઆઇ જે.પી.જાડેજા અને  માસૂમ બાળકીનો મામલો હોવાથી ૨ મહિલા પીએસઆઇ જ્યુનિકા ચોધરી અને રશ્મિ ચોધરી પણ સીપી દ્વારા જવાબદારી સુપ્રત કરી પોતે જાતે મોડે સુધી તમામ અપડેટ મેળવતા રહ્યા, પોલીસ કમિશનર દ્વારા ૧૫૦ પોલીસ સ્ટાફ વિવિધ ટીમ બનાવી કામે લગાડતા આવા ટીમ સ્પિરીટ કારણે મૂળ ઊતર પ્રદેશના વતની એવા શખ્સને પોલીસ દ્વારા શોધી લેવાયો.                              

ગુનેગારો અને ખાસ કરી હવસખોરોમા ધાક બેસાડવા માટે આરોપીને તાત્કાલિક સજા કરાવવા પોલીસ કમિશનર દ્વારા નિર્ણય થયો અને તેમાં તમામ પોલીસ સ્ટાફ સાથે નાની ઉંમરે મોટી સમજદારી ધરાવતા યુવા ગ્રહ મંત્રી હર્ષ ભાઈ સંઘવી દ્વારા  તમામ સહકાર પૂરો પાડતા માત્ર ૨૯ દિવસમાં ફૂલ પ્રૂફ ચાર્જશીટ રજૂ કરી આજીવન સજા ફટકારી, ન્યાયતંત્ર દ્વારા દાખવેલ સક્રિયતા અને મુખ્ય સરકારી વકીલ નયન સુખડીયા દ્વારા કાનૂની બરિકાયોનો અભ્યાસ પોલીસ કમિશનર સાથે સંકલનમાં રહી કરતા આમ તમામની શુભ નિષ્ઠા આરોપી તથા અન્યો માટે જીવનભર યાદગાર રહે તેવી સજા થય. સાંસદ અને ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ પણ પોલીસ કામગીરી પર આફ્રિન બની ગૃહ મંત્રી અને પોલીસ કમિશનર તથા ટીમને અભિનંદન આપ્યા છે.

(3:19 pm IST)