Gujarati News

Gujarati News

News of Saturday, 13th November 2021

રેલવે સ્ટેશનના ગેઇટ પાસે ફૂટપાથ પર બેભાન હાલતમાં અજાણ્યા પ્રૌઢનું મોત

રાજકોટ તા. ૧૩ : રેલવે સ્ટેશનના ગેઇટ પાસે ફૂટપાથ પર એક અજાણ્યા પ્રૌઢનું બેભાન હાલતમાં મોત નિપજ્યું છે.

મળતી વિગત મુજબ રેલવે સ્ટેશનના ગેઇટ નં. ૧ પાસે એક અજાણ્યો પ્રૌઢ (ઉ.૫૦) બેભાન હાલતમાં પડયો હોવાની સામાજીક કાર્યકર મહંમદભાઇએ ૧૦૮માં જાણ કરતા ૧૦૮ની ટીમે સ્થળ પર પહોંચી ઇએમટી હિરેનભાઇ પટેલે તપાસ કરતા પ્રૌઢનું મૃત્યુ નિપજ્યું હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ થતાં પ્ર.નગર પોલીસ મથકના પી.એસ.આઇ. આર.એન.સાકળીયા તથા રાઇટર ગૌતમભાઇએ સ્થળ પર પહોંચી પ્રૌઢના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી તેના વાલીવારસની શોધખોળ હાથધરી છે. જો કોઇ આ પ્રૌઢના વાલીવારસ હોય તો પ્ર.નગર પોલીસ સ્ટેશન ફોન નં. ૦૨૮૧-૨૪૪૬૦૫૫ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(3:20 pm IST)