Gujarati News

Gujarati News

News of Saturday, 13th November 2021

ભુપગઢ સત્સંગ સમાજ દ્વારા પદયાત્રા

રાજકોટઃ સમગ્ર ભુપગઢ સત્સંગ સમાજ દ્વારા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં આજુબાજુના ગામના સત્સંગી હરીભકતો સ્ત્રી અને પુરૂષો બહોળી સંખ્યામાં જોડાયા હતા. આ યાત્રામાં વડતાલથી સંતો તેમજ વડતાલના ભાવિ પીઠાધીપતિ પ.પૂ. ૧૦૮ ભાવિ આચાર્યશ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજ વિશેષ ઉપસ્થિત રહયા હતા. આ સમગ્ર યાત્રા ઉ.ઉ.ના તાલે હરીનામ સાથે નીકળી હતી.  યાત્રા દરમિયાન તબીબી સેવા શ્રી સહજાનંદ હોસ્પિટલના ડો. મોહીત સિંઘવ દ્વારા પુરી પાડવામાં આવી હતી.

(3:22 pm IST)