Gujarati News

Gujarati News

News of Saturday, 13th November 2021

ફાયનાન્સ કંપનીમાંથી લોન લઇને ચુકવણી નહિ કરનાર ભરવાડ શખ્સને એક વર્ષની સજા અને ૧૭ લાખ ચુકવવા હુકમ

રાજકોટ તા. ૧૩ : લોન લઈ પરત ન ચુકવનાર માટે લાલબતી સમાન ચૂકાદામાં રાજકોટની અદાલતે ચોલામંડલમ ફાયનાન્સ માંથી વાહન ખરીદવા લોન લઈ પરત ચૂકવવા આપેલ ચેક પરત ફરતા થયેલ ફોજદારી ફરીયાદના કામે કેસ ચાલી જતાં આરોપી મહેશ ઝાપડા મંુ. કલ્યાણપુર, તા. ટંકારાવાળાને ૧ વર્ષની સજાનો હુકમ કરેલ છે.

આ કેસની હકીકત એવી છે કે, મુ.કલ્યાણપુર, તા.ટંકારા ખાતે રહેતા મહેશભાઈ વી. ઝાપડાએ ૧૧૧૦ પ્રો/એલ.સી.વી. નામનુ વાહન ખરીદવા માટે નાણાની જરૂરીયાત ઉભી થતા રાજકોટ સ્થિત ચોલામંડલમ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ફાયનાન્સ કાંુ. લી. માંથી કંપનીના ધારાધોરણ અને નીતીનિયમ મુજબ આરોપીને રૂ. ૧પ,૮૪,૧૩૦ (અંકે રૂપીયા પંદર લાખ ચોર્યાસી હજાર એકસો ત્રીસ પુરા) ની લોનની સવલત પુરી પાડેલ હતી, આરોપીએ ફરીયાદી કંપની પાસેથી લોન લેતી વખતે ફરીયાદી કંપનીમાં કરાર કરેલ હતો તહોમતદારે કરેલ કરાર મુજબ લોનના હપ્તાની રકમો ચુકવવામાં કસુર કરતા ફરીયાદી દ્વારા ચડત થઈ ગયેલ હપ્તાઓની રકમ ચુકવી આપવા જણાવતા તહોમતદારે સદર રકમની ચુકવણી માટે ફરીયાદી કંપનીને રૂ.૧૭,૧૭,પર૧(અંકે રૂપીયા સતર લાખ સતર હજાર પાંચસો એકવીસ પુરા) નો ચેક આપેલ હતો.

ફરીયાદી કંપનીએ આરોપીની પુરતી ખાત્રી કરી અને જરૂરી દસ્તાવેજો આરોપી પાસે લઈ વાહન ખરીદવા માટે લોન આપેલ હતી. આરોપી દ્વારા કંપનીને લોન ચૂકવવા માટે હપ્તાથી ભરપાઈ કરવાની જોગવાઈ કરવામાં આવેલ હોય આરોપીએ કંપની સાથેના કરાર મુજબ લોન પરત ચૂકવવા માટે આપેલ ચેક પરત થતાં ફરીયાદી કંપનીના એડવોકેટ રીપન ગોકાણી મારફત આરોપી વિરુઘ્ધ રાજકોટની અદાલતમાં આરોપીનો ચેક પરત ફરવાની ફોજદારી ફરીયાદ દાખલ કરેલ હતી.

અદાલત દ્વારા ફરીયાદીએ રજૂ કરેલ લોન એગ્રીમેન્ટ સહીતના તમામ દસ્તાવેજો પુરવાર માની આરોપીને કસુરવાર ઠરાવતા ચૂકાદામાં એવંુ અવલોકન કરેલ કે આરોપીના બેંકના ખાતામાં પુરતુ ભંડોળ ન હોવાથી આરોપીની દાનત રકમ ફરીયાદીને પરત નહી આપવાનું પુરવાર થાય છે તેમજ આરોપીની વર્તણુંક જોતા પણ તેને કોઈ રહેમ રાખી શકાય તેમ નથી જેથી કેસના આરોપીને તકસીરવાન ઠરાવી ૧ વર્ષની જેલની કેદની સજાનો તેમજ ફરીયાદીને ૧૭ લાખ ચુકવવાનો હુકમ કરતા લોન ડીફોલ્ટરોમાં ફફડાટ મચી જવા પામેલ છે.

આ કામમાં ફરીયાદી કંપની ચોલામંડલમ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ફાયનાન્સ કાંુ. લી. વતી રાજકોટના જાણીતા ધારાશાસ્ત્રી તુષાર ગોકાણી, રીપન ગોકાણી, કેવલ પટેલ, હાર્દિક શેઠ, જશપાલસિંહ જાડેજા, યશ વૈષ્ણવ, ઈશાન ભટ્ટ, વિરમ ધ્રાંગીયા રોકાયેલ હતા.

(3:24 pm IST)