Gujarati News

Gujarati News

News of Saturday, 13th November 2021

અશોક બગથરિયા પરિવારના આંગણે હરખના વધામણા : મંગળવારે માતાજીનો નવરંગ માંડવો

રાત્રે ૯ વાગ્યે ફેસબુક Akilanews.com ઉપર લાઇવ પ્રસારણ

રાજકોટ, તા. ૧૩ :  અકિલાના પ્રેસ ફોટોગ્રાફર અશોક તુલસીદાસ બગથરીયા અને સંદીપ એ. બગથરીયાના આંગણે શ્રી મોમાઇ માતાજીની અસીમ કૃપાથી હરખના વધામણા થયા છે. તા. ૧૬ મંગળવારે રાજરાજેશ્વરી મહામાયા શ્રી મોમાઇ માતાજીના નવરંગા માંડવાનું રૂડુ આયોજન નિવાસસ્થાન માતૃકૃપા, શ્રી નાથજી સોસાયટી શેરી નં. ૧૧, મવડી રોડ (મો. ૯૭રપર ૩૧૧૧૧) ખાતે કરવામાં આવેલ છે.

થાંભલી રોપવાનું મુહૂર્ત મંગળવારે સવારે ૭.૧પ વાગ્યે અને માતાજીના સામૈયા સવારે ૯.૩૦ વાગ્યે રાખેલ છે. તે જ દિવસે સાંજે ૭ વાગ્યે નિવાસ સ્થાન ખાતે મહાપ્રસાદનું આયોજન છે. રાવળદેવ તરીકે ધર્મેશભાઇ રાવળ એન્ડ ગ્રૃપ તથા કરના ભૂવા તરીકે મોટા પાંચદેવડા મઢના ભૂવા ખીમજીભાઇ જીવરાજભાઇ બગથરીયા સેવા આપશે. પઢીયાર ભૂવા તરીકે હમીરભાઇ મોકરસી રહેશે. અન્ય ભૂવાઓ અજીતભાઇ બચુભાઇ મોકરસી (મોમાઇ માતાજીના ભુવા), મુકેશભાઇ દેવજીભાઇ ગોહેલ (ગોરાળા મઢ  ખોડીયાર માતાજીના ભુવા), દિનેશભાઇ રતિભાઇ ચાવડા (મુછડી) (ચામુંડા માતાજીના ભુવા), નાજાભાઇ બુધાભાઇ બોહરીયા (મચ્છોમાંના ભુવાશ્રી), બચુભાઇ ગોવિંદભાઇ ચૌહાણ (વાવડી મઢ બ્રહ્માણી માતાજીના ભુવા), દિલુભા બાલુભા ઝાલા (શકિત માતાજીના ભુવા રાજકોટ), મુકેશભાઇ રણછોડભાઇ લીંબાણી (ભેસાણ મઢ ચામુંડા માતાજીના ભુવા), દિલીપભાઇ ગોંડલીયા (મોમાઇ માતાજીના ભુવા નાનીયા મામા), જયરાજભાઇ અરવિંદભાઇ રાઠોડ (ખોડીયાર માતાજીના ભુવા), ભરતભાઇ બગથરીયા (મામા સાહેબના ભુવા) કાર્યક્રમનું અકિલા ન્યુઝ ડોટ કોમ ફેસ બૂક પર રાત્રે ૯ વાગ્યાથી લાઇવ પ્રસારણ થશે.

સૌભાવિકોને માતાજીના દર્શનનો લાભ લેવા માટે બગથરીયા પરિવાર વતી અશોકભાઇ, સંદીપભાઇ, ચેતનભાઇ, કિશોરભાઇ, પ્રિન્સ, અભિજીત વગેરેએ સપ્રેમ નિમંત્રણ પાઠવેલ છે. 

(3:28 pm IST)